આખરે આ સરબજિત કોણ હતો? અને ભારત સરકાર શા માટે તેને બચાવવા માટે અથાગ મહેનત કરી હતી? જોઈએ આ અહેવાલમાં..
પાકિસ્તાનના લાહોરની જિન્ના હોસ્પિટલમાં સરબજીત સિંહનું બુધવારે મોડીરાત્રે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કોમામાં હતા. અને લાહોરની કોટલખપત જેલમાં કેદીઓએ કરેલા હુમલાથી તેઓ ઘાયલ થઈ ગયા હતા. જોઈએ 1990થી સરબજીત સિંહ સાથે પાકિસ્તાનમાં થયેલી કાર્યવાહી પર એક અહેવાલ...
સરબજીત સિંહની વર્ષ 1990માં પાકિસ્તાનના લાહોર અને ફેસલાબાદમાં થયેલા 4 બોંબ વિસ્ફોટના આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી. આ બોંબ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા હતા. સરબજિત સિંહની પાકિસ્તાનમાં મનજીતશસહના નામે ધરપકડ કરવામાં આવી હતી. સરબજિત સિંહ પર પાકિસ્તાનમાં જાસુસી કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. ધરપકડ બાદ સરબજિત પર લાહોરની નિચલીકોર્ટમાં કેસ ચાલ્યો અને ધરપકડના એક જ વર્ષ બાદ 1991માં ત્યાંના ન્યાયાધીશે તેમને મોતની સજા સંભળાવી દીધી હતી. આ સજાને સરબજિતે હાઈકોર્ટમાં પડકારી હતી. પણ હાઈકોર્ટે પણ આ સજાને યથાવત્ રાખી હતી. હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ આ સજાને યથાવત્ રાખી હતી.
સરબજિત સિંહના પરિવારજનો વર્ષોથી કહેતા આવ્યા છે કે સરબજિત એ ખેડૂત હતો. અને ભુલથી પાકિસ્તાને અન્ય કોઈ સમઝાને ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ સરબજિત સિંહના પરિવારજનો સરબજિત સિંહને સજામાંથી મુક્ત કરાવવા માટે પાકિસ્તાનની અલગ અલગ કોર્ટના દરવાજા ખખડાવતા રહ્યા હતા. પણ નિચલી અદાલતે સંભળાવેલી સજા પાકિસ્તાની સુપ્રીમકોર્ટે પણ યથાવત્ રાખી.
સુપ્રીમકોર્ટે સંભળાવેલી ફાંસીની સજા સામે સરબજિત સિંહે એક પુનઃવિચારની દયા અરજી દાખલ કરી હતી. તેને પણ વર્ષ 2006માં ફગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 2008માં પાકિસ્તાનની સમચાર એજન્સીઓમાં એવા સમાચારો પ્રસારીત થયા કે સરબજિતને 1 એપ્રીલના રોજ ફાંસી આપવામાં આવશે. પરંતું ત્યાર બાદ 19 માર્ચે ફરી એવી ખબર પ્રસારીત થઈ કે 30 એપ્રીલ સુધી સરબજિત સિંહની ફાંસી પર રોક લગાવી દીધી છે. એ સમયના વિદેશમંત્રી પ્રણબ મુખરજીએ પણ સંસદમાં બયાન આપ્યું હતું. કે પાકિસ્તાનમાં કેદ ભારતીય કેદી સરબજિત સિંહની ફાંસી પર 30 એપ્રીલ સુધી રોક લગાવી દેવામાં આવી છે. ત્યાર બાદ પાકિસ્તાન માનવાધિકાર વિશેના પૂર્વ મંત્રી અંસાર બર્નીએ સરબજિતની સજા ઓછી કરાવવા રાષ્ટ્રપતિ પરવે{ મુશર્રફને એક દયા અરજી મોકલી. જેમાં અંસાર બર્નીએ અપીલ કરી હતી કે સરબજિત સિંહની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલવામાં આવે અથવાતો તેમને મુક્ત કરવામાં આવે.
સરબજીતના પાકિસ્તાની વકીલની મહેનતથી વર્ષ 2011માં પાકિસ્તાનમાં કેદ સરબજીત સિંહનો કેસ ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. જેમાં સરબજીતના પાકિસ્તાની વકીલ ઓવૈશ શેખે અસલી આરોપી મનજીત સિંહ વિરુદ્ધ ભેગા કરેલા બધા જ સબુતો કોર્ટમાં રજૂ કરી આખા કેસને ફરીથી ખોલવાની અપીલ કરી હતી. વકીલ ઓવૈશ શેખે કોર્ટમાં દાવો કર્યો કે તેમનો અલીસ સરબજિત બેગુનાહ છે. અને તે મનજીત સિંહે કરેલા ગુનાની સજા કાપી રહ્યો છે. ઓવૈશ શેખે દલીલ કરી હતી કે સરબજિતને વર્ષ 1990માં મે-જૂનમાં થયેલા બોંબ મામલે આરોપી બનાવાયો હતો. જ્યારે ખરેખર 24 જુલાઈ 1990એ નોંધાયેલી FIRમાં સરબજીતને નહીં પરંતું મનજીત સિંહને આ બોંબ વિસ્ફોટનો આરોપી ગણાવાયો હતો. આ મામલે પાકિસ્તાનનું કહેવુ છે કે સરબજીત જ મનજીત છે. તથા તેણે જ બોંબ વિસ્ફોટને અંજામ આપ્યો હતો.
આ ઘટના બાદ પાકિસ્તાન માનવાધિકાર કાર્યકર્તા અંસાર બર્ની તથા સરબજીતની બહેન બલબીર કૌર સરબજીતશસહને છોડાવવા માટે સતત પ્રયાસ કરાવતા રહ્યા હતા. મે 2012માં સુપ્રીમ કોર્ટે પાકિસ્તાની કેદી અલીલ ચિશ્તીને પાકિસ્તાન યાત્રાની પરવાનગી આપી અને ત્યાર બાદ પ્રેસ પરિષદના અધ્યક્ષ માર્કંન્ડેય કાત્ઝીએ પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીને સરબજીતને મુક્ત કરવા અપીલ પણ કરી હતી. પણ આખરે જેલના કેદીઓએ કરેલા હુમલાના કારણે સરબજીતે અંતિન શ્વાસ લીધા.