ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / mission-shakti-ec-may-decide-today-whether-narendra-modi

NULL / મિશન શક્તિઃ PM મોદીએ ચૂંટણી પંચની લીધી નહોતી મંજૂરી, આજે નિર્ણય...

Published By: vtvAdmin

Last Updated: 09:23 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન શક્તિને લઇને રાષ્ટ્રને સંબોધન આચર સંહિતાનું ઉલ્લંઘન છે કે નહીં તેના પર આજે નિર્ણય આવી શકે છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધન કરવા માટે કોઇપણ પ્રકારની મંજૂરી લીધી નહોતી. ચૂંટણી પંચનું કહેવું છે કે પીએમ મોદીએ કોઇપણ મંજૂરી વગર ટીવી પર દેશવાસીઓને સંબોધન કર્યું હતું.



આ અગાઉ ચૂંટણી પંચે આ મામલે એક તપાસ કમિટી બનાવી હતી. જેના માટે ચૂંટણી પંચે પીએમ મોદીનો ટેલિકાસ્ટ થયેલા વિડીયો મંગાવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધન કરી એન્ટી સેટેલાઇટ મિસાઇલ ટેકનોલોજી અંગે દેશને જાણકારી આપી હતી.



પીએમ મોદીએ કહ્યું કે ભારતે એવી મિસાઇલ બનાવી લીધી છે કે જે અંતરિક્ષમાં ફરી રહેલ કોઇપણ સેટેલાઇટને નિશાન બનાવી શકે છે. વિપક્ષે જણાવ્યું છે કે પીએમ મોદીએ ટીવી પર કરેલ દેશને સંબોધન ચૂંટણી માટેના ફાયદા માટે હતી. જેને લઇને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ ચૂંટણી પંચે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી.



કમિટિ આ અંગે તપાસ કરશે કે શું પીએમ મોદીએ વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિને ચૂંટણીમાં લાભ લેવા માટે કર્યો છે. પીએમ મોદીએ પોતાના સંબોધન માટે ઇલેકટ્રોનિક મિડીયાનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે આ મામલો ચૂંટણી પંચ પાસે ગયો છે. સીપીઆઇના મહાસચિવ સીતારામ યેચૂરીએ પીએમ મોદી પર વૈજ્ઞાનિકની ઉપલબ્ધિનો રાજકીય ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવાયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ