ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Archives / priyanka-gandhi-to-be-in-ayodhya-today

NULL / પ્રિયંકા ગાંધી આજે અયોધ્યાની મુલાકાતે, રોડ શો બાદ હનુમાનગઢી મંદીરમાં કરશે દર્શન

Published By: vtvAdmin

Last Updated: 09:23 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બુધવારથી ઉત્તર  પ્રદેશના ચૂંટણી પ્રવાસે છે. પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના સંસદીય મત વિસ્તાર અમેઠીથી પોતાના સંપર્કનું અભિયાન શરૂ કર્યું હતું. પ્રિયંકા ગાંધી બુધવારે લખનઉથી અમેઠી પહોંચી હતી. જ્યારે ગુરૂવારના રોજ પ્રિયંકા ગાંધીએ સોનિયા ગાંધીના સંસદીય મત વિસ્તાર રાયબરેલીમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી.



આમ હવે રાયબરેલથી પ્રિયંકા ગાંધી રામ ભગવાનના જન્મસ્થળ અયોધ્યા પહોંચશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રિયંકા ગાંધી પ્રયાગથી વારાણસી સુધી બોટયાત્રા કરી ચૂકી છે. જ્યાં કાશીમાં બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતા. જો કે પ્રિયંકા ગાંધીની અયોધ્યા મુલાકાત પર લોકોની નજર છે.



જો કે હજુ સુધી સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઇ નથી કે પ્રિયંકા ગાંધી રામમંદિરમાં દર્શન કરવા જશે કે નહીં. અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો હજી સુધી ભાજપના એજન્ડામાં જોવા મળતો હતો પરંતુ કોંગ્રેસ આ વખતે પોતાની રણનીતિ બદલી છે. હવે કોંગ્રેસ પણ અયોધ્યા અને મંદિરનો મુદ્દો એવી જ રીતે ઉઠાવી રહી છે જેવી રીતે ભાજપ અત્યાર સુધી કરતી આવી છે. જેના કારણે ભાજપ હવે કોંગ્રેસ, રાહુલ અને પ્રિયંકા ગાંધી 'રામ ભરોસ' બતાવી રહી છે. 



આમ કોંગ્રેસ મહાસચિવ તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા આજે અયોધ્યાના પ્રવાસે છે. પ્રિયંકા ગાંધી હનુમાનગઢી મંદિરમાં દર્શન કરશે તેમજ પ્રિયંકા ગાંધીના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ