ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Extra / અજબ ગજબ / વરરાજાની ચતુરાઈને દાદ દેવી પડે! દુલ્હની બહેન તો જોતી જ રહી ગઈ, જીજા-સાળીનો વીડિયો વાયરલ

Video / વરરાજાની ચતુરાઈને દાદ દેવી પડે! દુલ્હની બહેન તો જોતી જ રહી ગઈ, જીજા-સાળીનો વીડિયો વાયરલ

Last Updated: 10:09 PM, 4 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં લગ્ન સમયે અલગ અલગ પરંપરા જોવા મળતી હોય છે. જેમાં અમુક જગ્યાએ સાળીઓ દ્વારા જીજાજીને રસગુલ્લા ખવડાવવાનો રિવાજ હોય છે. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં વરરાજાએ કંઇક એવું કર્યું કે, આ વીડિયો જોત જોતામાં ટ્રેન્ડ થવા લાગ્યો.

ADVERTISEMENT

સોશિયલ મીડિયામાં લગ્ન સંબંધિત વીડિયોની ખુબ બોલબાલા છે. લગ્નની ચોરીના વીડિયો ખૂબ વાયરલ થતાં રહેતા હોય છે. હાલમાં વરરાજાનો આવો જ એક વીડિયોએ ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેની સાળીના અરમાનો પર પાણી ફેરતો જોવા મળી રહ્યો છે. વરરાજાએ એવું કામ કર્યું હતું કે, આ ક્લિપ જોયા બાદ તમે તમારા હાસ્યને કાબૂમાં રાખી શકશો નહીં.

સૌ કોઈ જાણે છે કે, લગ્નમાં કન્યાની વિદાય પહેલાં વરરાજાની ખૂબ ખાતીરદારી કરવામાં આવે છે. અહીંયા સાળીઓ પણ પાછી પાની નથી રાખતી. તે પણ આ તકનો પૂરો લાભ લે છે. અમુક જગ્યાએ સાળીઓ દ્વારા જીજાજીને રસગુલ્લા ખવડાવવાનો રિવાજ છે. ત્યારે અહીંયા પણ સાળી રસગુલ્લા લઈને આવી હતી. પરંતુ વરરાજાએ કંઈક એવું કર્યું જે લોકોના હાસ્યનું કારણ બન્યું હતું.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક તરફ વરરાજા અને તેના પરિવારના લોકો બેઠા છે, જ્યારે દુલ્હન પક્ષના લોકો સામે ઉભા છે. આ સમય દરમિયાન વરરાજાની સાળીઓ તેને રસગુલ્લા ખવડાવવા આવે છે. પરંતુ કન્યાની બહેનોએ પહેલેથી જ યોજના બનાવી હતી કે તેઓ તેમના જીજાજીને સરળતાથી રસગુલ્લા ખાવા નહીં દે.

વીડિયોમાં જોઇ શકાય છે કે વરરાજા રસગુલ્લા ખાવા માટે પોતાનું મોં આગળ કરે  છે પરંતુ તેની સાળી તેનો હાથ પાછો ખેંચી લે છે. પરંતુ ત્યાર બાદ જે થયું તેની ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે. વરરાજા થોડીવાર માથું નમાવીને બેઠો રહે છે. પછી તે લાઈટની સ્પીડે સાળીના હાથમાંથી રસગુલ્લા છીનવી લે છે.

વધુ વાંચો : Video: લે, પાપાની પરી તો ઉડી ગઇ! જોઇ લો એક છોકરી કેવી સટાસટ ચડી જાય છે મોટા કિલ્લા જેવી દિવાલ

આ વીડિયો @flywiser1 નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું હતું કે, " આપણા ચિત્તાએ સાળીના અરમાનો પર પાણી ફેરવી દીધું".  આ વીડિયો જોયા બાદ નેટીઝન્સ પોતાનું હાસ્યને કાબૂમાં નથી રાખી શકતા. તેની પર લોકોની ખૂબ લાઈક્સ પણ આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Marriage Viral Video Treding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ