ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / Extra / અજબ ગજબ / 50 વર્ષના આધેડે એક જ સ્કૂલની વિદ્યાર્થી, શિક્ષક અને પ્રિન્સિપાલ સાથે કર્યા લગ્ન, લોકો અચંબિત
Last Updated: 07:00 PM, 26 February 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં અનેક વખત એવી ચોંકાવનારી માહિતી જોવા મળે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. હાલમાં જ આવી જ એક વાયરલ પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સાઉદી અરેબિયાના એક 50 વર્ષીય વ્યક્તિએ એક જ શાળાના વિદ્યાર્થી, શિક્ષક અને આચાર્ય સાથે લગ્ન કર્યા છે. આ માહિતી સામે આવતાની સાથે જ લોકો ચોંકી ગયા હતા અને તે વ્યક્તિને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @ministry_of_facts.24 પર શેર કરાયેલી આ પોસ્ટ અનુસાર આ અનોખા લગ્નની જાણ સાઉદી અખબાર ઓકાઝ દ્વારા પણ કવર કરવામાં આવી છે. આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પરંતુ આ સમાચાર અંગે ગુગલ પર શોધવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ વાત સાચી છે પણ આ ઘટના વર્ષ 2012 ની છે. તેમ છતાં આ સમાચાર સોશિયલ મીડિયા પર એવી રીતે શેર કરવામાં આવી રહ્યા છે જાણે કે તે ઘટના તાજેતરમાં જ બની હોય.
ખરેખર જોઈએ તો આ ઘણા જૂના સમાચાર છે જેને કોઈપણ સંદર્ભ વિના સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ કરવામાં આવી રહ્યા છે, જેનાથી લોકોમાં ભ્રમ પણ ફેલાઈ રહ્યો છે. આ કિસ્સો સાચો છે પણ તે ખૂબ જૂનો છે. તે વર્ષ 2012માં અનેક પ્રતિષ્ઠિત મીડિયા સંગઠનો દ્વારા કવર કરાયો હતો. જેમાં ઇન્ડિપેન્ડન્ટ, ગલ્ફ ન્યૂઝ અને સાઉદી ગેઝેટ જેવાનો સમાવેશ થતો હતો.
ADVERTISEMENT
આ ખબર ફરીથી વાયરલ થઈ રહી છે, પરંતુ તેના પર આંધળો વિશ્વાસ કરતા પહેલા સમાચારની ચોકસાઈ અને સંદર્ભને સમજવો ખૂબ મહત્વનો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દરેક સમાચારને તપાસ્યા વગર ફોરવર્ડ કરવાથી ક્યારેક ગેરસમજ પણ ઊભી થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ