બ્રેકિંગ ન્યુઝ
VTV / વીડિયોઝ / Archives / Cricket / બાંગ્લાદેશ સામે ગિલે રેકોર્ડની સર્જી હારમાળા, સદી ફટકારી સચિન-કોહલીના ખાસ ક્લબ થયો સામેલ
Last Updated: 05:13 PM, 21 September 2024
ભારતના યુવા બેટ્સમેન શુભમન ગિલે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી છે. ગિલે તેની 5મી ટેસ્ટ સદી ફટકારી છે. જેના લીધે ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેમાં પંતે પણ શુભમન ગિલ સાથે મળીને ટીમ ઈન્ડિયાને આટલા સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઋષભ પંતે 109 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બીજી ઇનિંગમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે ભારતે 67 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. એવામાં ગિલ અને પંતે ચોથી વિકેટ માટે શાનદાર 167 રનની પાર્ટનરશિપ કરી હતી.
ADVERTISEMENT
A moment to savour for @ShubmanGill as he notches up his 5th Test CENTURY 👏👏
— BCCI (@BCCI) September 21, 2024
Live - https://t.co/fvVPdgXtmj… #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/W4d1GmuukB
ટેસ્ટ ક્રિકેટમાં શુભમન ગિલની આ બેક ટુ બેક બીજી સદી છે. પહેલા તેને ઈંગ્લેન્ડ સામેની સીરીઝની છેલ્લી ટેસ્ટમાં સદી ફટકારી હતી. ગિલે બાંગ્લાદેશ સામેની આ મેચની બીજી ઇનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા હતા. તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સિક્સરનો આંકડો પણ વટાવી લીધો છે. જેથી તે ફાસ્ટ 100 સિક્સર મારવાના રેકોર્ડમાં ચોથા નંબરે આવી ગયો છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં શુભમન ગિલની આ ત્રીજી ટેસ્ટ સદી છે. આ વર્ષે તે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. જેમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ આ વર્ષે 2-2 ટેસ્ટ સદી ફટકારી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વધુ સદી ફટકારનારમાં તેને કોહલી અને પંતને પણ પાછળ છોડી દીધા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શુભમન ગિલની આ 5મી સદી છે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર તે બીજો ભારતીય બન્યો છે.
ADVERTISEMENT
Skilful Gill rose to the occasion with a superb TON 👏👏
— BCCI (@BCCI) September 21, 2024
📽️ Relive his 5th Test Hundred 🔽#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank
ADVERTISEMENT
શુભમન ગિલે બીજા પણ એક રેકોર્ડની બરાબરી કરી છે. આ મેચમાં ટેસ્ટના પ્રથમ દાવમાં ઝીરો રને આઉટ થયા બાદ શુભમન ગિલે સદી ફટકારી છે. જેથી તેને વિરાટ કોહલી અને સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. ભારતના હોમ ટાઉનમાં છેલ્લા 50 વર્ષમાં, ગિલ પ્રથમ દાવમાં શૂન્ય રને આઉટ થયા બાદ બીજી ઇનિંગમાં સદી ફટકારનાર ભારતનો ત્રીજો ખેલાડી બન્યો છે.
ADVERTISEMENT
Duck in 1st Inning & Century in 2nd Inning for India at Home Tests (In Last 50 years)
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) September 21, 2024
0, 136 - Sachin v PAK at Chennai (1999)
0, 104* - Kohli v SL at Kolkata (2017)
0, 119* - 𝗚𝗶𝗹𝗹 v BAN at Chennai (2024)*#INDvBAN
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.