ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વીડિયોઝ / Viral / સુરતના સમાચાર / ક્યાંક હર્ષના આંસુ તો ક્યાંક ધાર્યા કરતાં ઓછી ટકાવારી આવતા વિદ્યાર્થીની રડી પડી, જુઓ Videos

વીડિયો / ક્યાંક હર્ષના આંસુ તો ક્યાંક ધાર્યા કરતાં ઓછી ટકાવારી આવતા વિદ્યાર્થીની રડી પડી, જુઓ Videos

Last Updated: 12:14 PM, 5 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Girl Crying After scoring 88: રિઝલ્ટમાં નાપાસ થાય હોય કે ખૂબ ઓછા માર્ક આવે તો વિદ્યાર્થી રડે તે સ્વાભાવિક છે. પરંતુ 88 ટકા આવવા બાદ પણ રડે તો કેવું લાગે. આવું કંઈક સુરતની એક વિદ્યાર્થીની સાથે થયું જેને VTV સાથેની વાતચીત દરમિયાન પોતાનું દુઃખ ઠાલવ્યું. જુઓ વીડિયો.

ADVERTISEMENT

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં લેવામાં આવેલી HSC બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓને જેવું ધાર્યું હતું તેવું રિઝલ્ટ આવ્યું છે ત્યારે ઘણાને અપેક્ષા કરતાં વધુ અને અમુકને ઓછું રિઝલ્ટ આવ્યું છે. એવામાં VTV એ સુરતની વિદ્યાર્થીનીઑ સાથે વાત કરી છે.

રિઝલ્ટમાં નાપાસ થાય હોય કે ખૂબ ઓછા માર્ક આવે તો વિદ્યાર્થી રડે તે સ્વાભાવિક છે. પરંતુ 88 ટકા આવવા બાદ પણ રડે તો કેવું લાગે. આવું કંઈક સુરતની એક વિદ્યાર્થીની સાથે થયું જેને VTV સાથેની વાતચીત દરમિયાન પોતાનું દુઃખ ઠાલવ્યું. જુઓ વીડિયો. જેમાં વિદ્યાર્થીનીને ધાર્યા કરતાં 3 % ઓછા આવ્યા એટલા માટે રડવા લાગી, પરંતુ અહીં મજાની વાત એ છે કે તેને 88.48 % આવ્યા છે, છતાં પણ તે રડી રહી છે. તેને 91% ની અપેક્ષા હતી અને 88 આવ્યા જેથી તે રડવા લાગી.

વધુ વાંચો: સામાન્ય પ્રવાહનું પરિણામ: 97.20 ટકા સાથે બનાસકાંઠાએ ગુજરાતની શિક્ષિત નગરીને પાછળ છોડી દીધી, ક્યાં

અન્ય છોકરીઓ સાથે VTV ની વાતચીત

સુરતની વિદ્યાર્થીનીઓએ પોતાના રિઝલ્ટનો આનંદ VTV સાથે શેર કર્યો છે. જેમાં એક સુરતની એક વિદ્યાર્થીનીએ કહ્યું કે, 'ધાર્યા હતા તેટલા જ માર્ક આવ્યા છે, હર્ષના આસું આવી ગયા છે.' ત્યારે બીજી એક છોકરીએ  કહ્યું, 'એક્સપેકટેશન હતી તે પ્રમાણે જ રિઝલ્ટ આવ્યું છે. જેટલું હાર્ડ વર્ક કર્યું તેટલું જ પરિણામ આવ્યું છે, મારી મહેનત રંગ લાવી છે.' 

Vtv App Promotion 1

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat News Surat Girl Crying GSEB HSC Result 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ