બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સામાન્ય પ્રવાહનું પરિણામ: 97.20 ટકા સાથે બનાસકાંઠાએ ગુજરાતની શિક્ષિત નગરીને પાછળ છોડી દીધી, ક્યાં કેટલી ટકાવારી

બોર્ડ પરિણામ / સામાન્ય પ્રવાહનું પરિણામ: 97.20 ટકા સાથે બનાસકાંઠાએ ગુજરાતની શિક્ષિત નગરીને પાછળ છોડી દીધી, ક્યાં કેટલી ટકાવારી

Priyankka Triveddi

Last Updated: 11:43 AM, 5 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધો.12નું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2025માં લેવાયેલ ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું છે. ધો. 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે.

સૌથી વધુ પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર કેન્દ્રોના છે. જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડામાં 52.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 97.20 ટકા છે. સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લાઓમાં દાહોદ અને વડોદરા જિલ્લાનો 87.77 ટકા સાથે સમાવેશ થાય છે.

વ્હોટ્સએપ નં. 6357300971 પર સીટ નંબર SMS કરીને રિઝલ્ટ મેળવી શકાય છે.

બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોવા માટે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ રિઝલ્ટ ચેક કરો.

  • gseb.org વેબ સાઈટ પર જાવ
  • ત્યાં હોમ પેજ પર Result ઑપ્શન દેખાશે, તે સિલેક્ટ કરો
  • હવે HSC Result 2025 વિકલ્પ દેખાશે
  • તેમાં તમારો પ્રવાહ સિલેક્ટ કરીને ક્લિક કરવાનું રહેશે
  • જે બાદ 6 આંકડાનો તમારો સીટ નંબર એડ કરીને GO પર ક્લિક કરો
  • હવે તમારું પરિણામ સ્ક્રિન પર દેખાશે.
  • જેનો તમે સ્ક્રીનશૉટ લઈ શકો છો
samany-pravah-result

ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા સામાન્ય પ્રવાહ માટે રાજ્યના 516 કેન્દ્રો ઉપર તા. 27/02/2025 થી 17/03/2025 દરમિયાન યોજાઇ હતી.આ પરીક્ષામાં 3,64,485 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 3,62,506 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,37,387 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 93.07 % ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 22,710 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 21,571 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 9785 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.36 % ટકા આવેલ છે. આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત 24,107 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 22,897 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 12,746 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 55.67 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 8317 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 7878 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3369 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 42.76 % ટકા આવેલ છે.

કેટલા વિદ્યાર્થી નોંધાયા હતા?

ધોરણ 12 સામાન્ય પ્રવાહ

  • નિયમિત વિદ્યાર્થીઓ - 3,64,859
  • રીપીટર વિદ્યાર્થી - 22,652
  • આઇસોલેટેડ - 4,031
  • ખાનગી - 24,061
  • ખાનગી રીપીટર - 8,306
  • કુલ - 4,23,909

કોર્સની પસંદગીમાં શું ધ્યાન રાખવું?

વિદ્યાર્થીઓએ પોતાની આવડતને ઓળખવી જરૂરી છે તેમજ આવડત અને ક્ષમતા પ્રમાણે કોર્સની પસંદગી કરવી અને મિત્રો કે અન્ય જૂથ જે કોર્સ પસંદ કરે તેનો મોહ રાખવો જરૂરી નથી તેમજ કોર્સ એવો પસંદ કરવો જે ભવિષ્યની ડિમાન્ડ તરીકે પ્રસ્થાપિત થયા હોય અને આજે જે કોર્સ પસંદ કરીએ તે આવતીકાલે પ્રસ્તુત ન પણ હોય શકે. તમારા પરિણામ કરતા તમારી આવડતને વધુ મહત્વ આપો અને કૌશલ્યને ઓળખીને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તે નક્કી કરો.

વધુ વાંચો: વિજ્ઞાન પ્રવાહનું પરિણામ: અંગ્રેજીની સરખામણીએ ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ ડંકો વગાડ્યો, 0.28 ટકા આગળ

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી શું?

  • C.A.
  • C.S.
  • C.M.A.
  • C.F.A.
  • C.I.M.A.
  • A.C.C.A.
  • C.F.P.
  • C.P.A.
  • A.S

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujcet samany pravah parinam gseb result 2025
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ