ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિજ્ઞાન પ્રવાહનું પરિણામ: અંગ્રેજીની સરખામણીએ ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ ડંકો વગાડ્યો, 0.28 ટકા આગળ

બોર્ડ પરિણામ / વિજ્ઞાન પ્રવાહનું પરિણામ: અંગ્રેજીની સરખામણીએ ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ ડંકો વગાડ્યો, 0.28 ટકા આગળ

Last Updated: 11:16 AM, 5 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HSC Board Science Result: વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે. ગત વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી.

ADVERTISEMENT

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં લેવામાં આવેલી HSC બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ 152 કેન્દ્રો ઉપર 1,11,223 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી 1,10,395 પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,00,725 નોંધાયેલ હતા, તે પૈકી 1,00,575 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ "પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા આવેલ છે. સફળ થયેલ તમામ પરીક્ષાર્થીઓને અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવીએ છીએ. સફળ ન થઈ શકેલ પરીક્ષાર્થીઓ વિશેષ પ્રયાસ અને પરિશ્રમ સાથે આગામી પૂરક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરીએ છીએ.

Screenshot 2025-05-05 110150

વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે. ગત વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી. તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે.

બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોવા માટે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ રિઝલ્ટ ચેક કરો

gseb.org વેબ સાઈટ પર જાવ

ત્યાં હોમ પેજ પર Result ઑપ્શન દેખાશે, તે સિલેક્ટ કરો

હવે HSC Result 2025 વિકલ્પ દેખાશે

તેમાં તમારો પ્રવાહ સિલેક્ટ કરીને ક્લિક કરવાનું રહેશે

જે બાદ 6 આંકડાનો તમારો સીટ નંબર એડ કરીને GO પર ક્લિક કરો

હવે તમારું પરિણામ સ્ક્રિન પર દેખાશે.

જેનો તમે સ્ક્રીનશૉટ લઈ શકો છો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GSEB 12th Result 2025 Science Stream Exam Result HSC Board Science Result
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ