ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વીડિયોઝ / વડોદરાના સમાચાર / પૂર્વ MLAના પુત્રએ આચર્યું દુષ્કર્મ, કરાવ્યો ગર્ભપાત, ફરિયાદ કર્યાને 6 દિવસ, છતાંય આરોપી ફરાર

વડોદરા / પૂર્વ MLAના પુત્રએ આચર્યું દુષ્કર્મ, કરાવ્યો ગર્ભપાત, ફરિયાદ કર્યાને 6 દિવસ, છતાંય આરોપી ફરાર

Last Updated: 12:27 PM, 20 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Crime: વડોદરામાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ગોહિલના દીકરા અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ  દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પીડિતાએ VTV સમક્ષ પોતાનું દુખ ઠાલવ્યું.

ADVERTISEMENT

વડોદરામાં કોંગ્રેસ નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, નંદેસરીના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ગોહિલના દીકરા અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ આક્ષેપ કર્યો છે  કે  અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. એટલું જ નહિ દુષ્કર્મ પછી યુવતી ગર્ભવતી થતાં ગર્ભપાત કરાવડાવ્યો. આ અંગે પીડિતાએ VTV સમક્ષ પોતાનું દુઃખ ઠાલવ્યું.

પીડિતાએ કહ્યું કે, 'હું ગર્ભપાત નહિ કરાવું, તેઓ ગર્ભપાત માટે દબાણ કરી રહ્યા હતા. તમને મને કહ્યું કે ઘર મૂકતો જાઉ અને પછી હાઇવે સુધી મને મારતા-મારતા લઈ ગયા. પછી અનિરુદ્ધે  મામાને બોલાવ્યા, અનિરુદ્ધનો મિત્ર આવ્યો, બંને બંદૂક લઈને આવ્યા. પછી મને જબરદસ્તી રાજ નર્સિંગ હોસ્પિટલ લઈ ગયા અને તેના મામા-મામી, મમ્મી-પપ્પા અને તેના મિત્રો એમ 7-8 લોકો આમાં ઇન્વોલ્વ છે.'

app promo5

વધુ વાંચો: સૂચિત સોસાયટીને લઇ મોટા સમાચાર, આગામી 22મેથી રાજ્યભરમાં લાગુ થશે આ સુધારો

પીડિતાએ વધુમાં કહ્યું, 'ત્યાં(હોસ્પિટલ) લઇ જઈને મારુ ગર્ભપાત કરાવ્યું. ગત મહિનાની 14, 15, 16 સુધી મને ત્યાં રાખી. પછી મને  ઘરે મૂકી ગયા અને કહ્યું તારે જે કરવું હોય તે કરી લે અને જો તે બહાર વાત કરી તો તેને મારી નાખીશ. આ બાદ હું ઘણો સમય ડિપ્રેશનમાં રહી અને આ 13 તારીખે હું હોસ્પિટલમાં એડમિટ પણ થઈ હતી. 14 તારીખે મે ફરિયાદ પણ કરી, પરંતુ હજુ સુધી આરોપીઓ આણંદમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aniruddhsinh Gohil Vadodara Crime Vadodara News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ