"આજે ગુજરાત" કાર્યક્રમ વીટીવી ગુજરાતી એચડીમાં સવારે 8 થી 8.30 કલાક દરમિયાન ટેલીકાસ્ટ કરવામાં આવે છે તેનો આપ લાહવો લેતા હશો જો કોઇ કારણોસર આપને આ કાર્યક્ર્મ જોવાનું રહી જાય તો અહીં આ કાર્યક્રમની સંપુર્ણ વિગત અમે અહીં રજૂ કરી છે...
- આજે અમદાવાદ મહાનગરપાકાની સ્થાયિ સમિતિની બેઠક યોજાશે. બેઠક મુખ્ય કચેરી ખાતે બપોરે 4.30 કલાકે મળશે. જેમાં શહેરની માળખાકીય સુવિધાઓ અને વિકાસ અંગેના કામો પર ચર્ચા કરી બહાલી આપવામાં આવશે.
- બનાસકાંઠા જીલ્લા ઠાકોર સમાજ લગ્નોત્સવ સમિતિ દ્વારા આજે અગિયારમો સમુહલગ્નોત્સવ યોજાશે. લગ્નોત્સવ ચડોતર નજીક પંચાલ સમાજની વાડી ખાતે યોજાશે. સવારથી શરૂ થનારા સમુહલગ્નોત્સવમાં સમાજના 14 નવદંપત્તિઓ પ્રભુતામાં પગલા પાડશે. આ સમુહલગ્નોત્સવમાં સંતો મહંતો સહિત સમાજના આગેવાનો તેમજ રાજકીય લોકો ઉપસ્થિત નવદંપતિઓને આર્શીવચન આપશે.
- ગાંધીધામ શહેરનાં ભારતનગર સ્થિત આશાપુરા ગરબી ચોક ખાતે શ્રીમદ ભાગવત મહાપુરાણ ચાલી રહ્યુ છે. જે દરમિયાન આજે શ્રી આશાપુરા સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા અસાધ્ય રોગ નિવારણ અર્થે નઃશુલ્ક હોમીયોપેથીક મેડીકલ કેમ્પ યોજાશે. કેમ્પ સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી યોજાશે..
- આજે અંજાર તાલુકાના ખેડોઇ ગામના ગોકુલ ધામ ખાતે લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કથા 6 દિવસ ચાલશે. જેમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી રૂક્ષ્મણી વિવાહ કથા શ્રવણ અને દાતાઓના સન્માન કરવામાં આવશે.
- આજે રાજકોટમા સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ ખાતે 1 થી 13 વષૅ સુધીના 7 ભુલકાઓનું નિઃશુલ્ક હાટૅ સજૅરી કરવામાં આવશે. રાજસ્થાનના ઉદેયપુર ખાતે તાજેતરમા યોજાયેલા નિદાન કેમ્પમાં જરુરીયાતવાળા બાળકોને સજૅરી માટે રાજકોટ હાટૅ હોસ્પીટલ ખાતે લવાયા છે. અગ્રણી ડોક્ટરો દ્વારા ગરીબ ભુલકાઓની સજૅરી કરવામા આવશે.
- મહેસાણાં આજે પાટણવાડા પ્રગતિ નાયી સમાજનો સમુહલગ્ન સમારોહ યોજાશે. સવારે 10 કલાકે ટહુકો પાર્ટી પ્લોટમાં યોજાનારા સમુહલગ્ન સમારોહમાં 35 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડશે. તો બપોરે 3 કલાકે યોજાનારા સમુહલગ્ન સમારોહનાં કાર્યક્રમમાં રાજકીય નેતાઓની હાજરીમાં દાતાઓનું સન્માન કરવામાં આવશે.
- જામનગર શહેર તેમજ જિલ્લામાં ભગવાન શ્રી પરશૂરામની શૌભાયાત્રા નિકળશે. જે અંગે રાત્રે 9 કલાકે દયાશંકર બ્રહ્મપુરીની વાડીમાં બેઠક મળશે..
- સાબરકાંઠાના મેઘરજ તાલુકાના નવા દહેગામડા ગામે ભાતીજી મહાકાલી અને ખોડીયાર માતાજીના મંદિરમા પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. આજે સવારે 8 કલાકથી પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. જેમાં સવારે 10 કલાકે સામ્યુ બપોરે 12 કલાકે મુર્તિ સ્થાપન અને સંત વાણીનો કાર્યક્રમો યોજાશે ..
- સાબરકાંઠાના હિંમતનગર શહેરના હડીયોલ પુલ છાપરીયામા આવેલા મહાકાલી મતાજીના મંદિરનો ચોથો પાટોત્સવ ચાલી રહ્યો છે. જે નિમિત્તે આજે ત્રીજા દિવસે પ્રાતઃપૂજન પાટોત્સવ પૂજા દુર્ગા સપ્તી સતિ હોમ ધજા રોહણ અને પૂર્ણાહુતી કરાશે. સમગ્ર કાર્યક્રમો સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી યોજાશે..
- નર્મદા જીલ્લાના અંતરિયાળ એવા સાગબારા તાલુકાની પ્રસુતા માતાઓને પ્રસુતિબાદ દવાખાનેથી ઘરે મુકવા માટે આજે ગુજરાત સરકારની ખિલખિલાટ એમ્બ્યુલન્સ વાનનુ લોકાર્પણ કરાશે. સવારે 11 કલાકે સાગબારા પ્રાથમિક આરોગ્ય કેદ્ર ખાતે ધારાસભ્ય મોતિલાલ વસાવાના હસ્તે લોકાર્પણ કરાશે..
- ભાવનગરની યુનીર્વસીટી ખાતે આજથી સૌરાષ્ટ્ર અને કચ્છના યુવકો માટે લશ્કરી ભરતી મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે. આ ભરતી મેળો સવારે 9 વાગ્યાથી શરુ થશે.
- સરકાર દ્રારા ઇમ્પેકટ બીલ 2011મા લવાયુ છે. તેના માટે લોકોને સમજ પડે તે માટે માગૅદશૅન આપવા માટે ભુજ શહેર ભાજપ દ્વારા કાયૅક્રમનુ આયોજન કરાયુ છે. કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ પંકજ મહેતા ભુજના ધારાસભ્ય ડોક્ટર નિમાબહેન આચાયૅ ઉપસ્થિત રહેશે. ભુજના વોડૅ નંબહર ચાર અને વોડૅ નંબર છ સંયુકત ઉપક્રમે કાયૅક્રમ યોજાશે. કાર્યક્રમ સવારે 10 વાગ્યે ભુજના મહેરઅલી ચોક ખાતે યોજાશે.
- આજે વાપી ના જલારામ મંદિર ના 11 માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરાશે.સવારે 7 વાગ્યે ધ્વજારોહણ કરાશે.સવારે 9 વાગ્યે સત્યનારાયણ ની કાથા 11 વાગ્યે મહાપ્રસાદ તેમજ દિવસભર ભજન નો ખાસ કાર્યક્રમ યોજાશે. વાપી અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ર્ધ્ધાળુઓ હાજર રહશે.
ભાવનગર ના સીહોર ખાતે આજે રાજીવનગરના પાણીપ્રશ્ને ધરણાં કરાશે. સીહોર નગરપાલિકા સામે 24 કલાકના ધરણાંનો કાર્યક્રમ યોજાશે..
- આજે ભાવનગર યુવા કોંગ્રેસ દ્વારા પ્રાણી પ્રશ્ને રેલી યોજાશે. રેલી વડવા વિસ્તારથી મહાનગરપાલિકા સુધી યોજાશે. જ્યાં કોંગી કાર્યક્રરો આવેદનપત્ર પાઠવશે..
- આજે ભુજ તાલુકાના લોડાઇ ગામેહજરત પીર ગાંજીશાનો ઉર્ષ ભરાશે. મેળાનુ ઉદઘાટન ભુજ મતવિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નિમાબહેન આચાયૅના હસ્તે કરાશે. જે સાંજે પાંચ કલાકે કરાશે. મેળા સમિતી દ્વારા રાત્રે સંતવાણી અને લોકડાયરાનુ આયોજન પણ કરાશે..
- આજે ભુજમા સબકા માલીક એક વિષય ઉપર આષૅ અધ્યયન કેદ્રના સ્વામીજીનુ પ્રવચન રાખવામા આવ્યું છે. પ્રવચન શીવ સાંઈ ધામ ખાતે યોજાશે. જે સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધી યોજાશે..