સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અજન્ટા ડાયમંડ એપાર્ટમેન્ટને તોડી પાડવામાં આવ્યું છે. બે દિવસ અગાઉ બિલ્ડીંગનો નીચેનો ભાગ થોડો દબાયો હતો. જેથી બિલ્ડીંટગમાં રહેતા 51 પરિવારને ફલેટ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાનગરપાલિકાના કમિશનરે તેનું નિરિક્ષણ કરાવી તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આજે સવારથી અજંટા ડાયમંટડ એપાર્ટમેન્ટને તોડી પાડવાનું કામ શરૂ કરાયું છે. વળી ઈમારતના રહેવાસીઓને બે દિવસ અગાઉ જ અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જો કે હજુ સુધી કોઈ પરિવાર ત્યાં રહેવા ગયું નથી.
સુરતના વરાછા રોડ પર ગીતાંજલી સીનેમાની સામે આવેલ અજંતા એપાર્ટમેન્ટ બેથી ત્રણ ઇંચ નમી ગયું હતુ. આ ઘટનાની જાણ થતા ફાયરનો સ્ટાફ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી . અને એપાર્ટમેન્ટમાંથી લોકોને બહાર કાઢી એપાર્ટમેન્ટને કોર્ડન કરી લેવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે આ એપાર્ટમેન્ટ વરાછા મેઇન રોડ પર હોવાથી દિવસ દરમ્યાન અહિ ટ્રાફિક રહેતો હોય છે.