ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-5413

NULL / આજે ગુજરાત - 01/05/2013

Published By: nascent_testuser

Last Updated: 03:34 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

"આજે ગુજરાત" કાર્યક્રમ વીટીવી ગુજરાતી એચડીમાં સવારે 8 થી 8.30 કલાક દરમિયાન ટેલીકાસ્ટ કરવામાં આવે છે તેનો આપ લાહવો લેતા હશો જો કોઇ કારણોસર આપને આ કાર્યક્ર્મ જોવાનું રહી જાય તો અહીં આ કાર્યક્રમની સંપુર્ણ વિગત અમે અહીં રજૂ કરી છે...


  • ધ્રાંગધ્રાના ભાલના નાળા પાસે આવેલા હનુમાન મંદિરમાં સમૂહ હનુમાન ચાલીસાના પાઠ કરાશે. પાઠ સવારે 9 વાગ્યાથી શરૂ કરાશે. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે.. 

  • આજે આણંદના ટાઉન હોલ ખાતે લાલાબાપાનો 72મો પૂણ્યનિથિ મહોત્સવ ઉજવાશે. મહોત્સવ હિન્દુ મોચી જ્ઞાતિ ઉત્કર્ષ મંડળ દ્વારા થશે. સાંજે 3 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ ઉત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી કરાશે.

  • આણંદમાં રાજ્યના સ્થાપના દિન નિમિત્તે યોદ્ધા સન્યાસી સ્વામી વિવોકાનંદ નાટક ભજવાશે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટના માર્ગદર્શન હેઠળ અને આણંદ નગરપાલિકાના સહયોગથી આ નાટક ભજવાશે. નાટક ટાઉન હોલ ખાતે સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ભજવાશે.. 

  • બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સેવાદળની આજે બપોર 2 કલાકે સરકીટ હાઉસ ખાતે મીટીંગ યોજાશે.  જેમાં ગુજરાત પ્રદેશ કેંગ્રેસ સેવાદળના પ્રમુખ મંગળસિંહ સોલંકી  ઉપસ્થિત રહેશે. અને આગામી બનાસકાંઠા જીલ્લાની લોકસભાની પેટાચુંટણીને લઈને સંગઠનને મજબુત કરવા કાર્યકરોને માગદર્શન આપશે.  

  • ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા મોદી સરકારના વાયદાઓની આહુતી આપવા માટે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે શુદ્ધિ યજ્ઞ યોજાશે. યજ્ઞ શહેરના ત્રિકોણબાગ ખાતે ઢેબરભાઈની પ્રતિમા પાસે યોજાશે.. યજ્ઞ નિમિત્તે પરિવર્તન પાર્ટીના મહામંત્રી ગોરધનભાઈ ઝડફિયા અને કાર્યકરો ઉપસ્થિત રહેશે..  

  • પોરબંદરમાં આજે ગુજરાત સ્થાપના દીનની ઉજવણી કરાશે. જેના ભાગરુપે શહેર અને જિલ્લા એન.એસ.યુ.આઈ. દ્વારા સાંજે પાંચ કલાકે બસ સ્ટેશન ખાતે આવેલા નાગાર્જુન સીસોદીયા પાર્કમાં  વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયા હાજર રહેશે. આ કાર્યક્રમ બાદ તેઓ ભોજશ્વર પ્લોટ ખાતેના તેમના નિવાસ સ્થાને પત્રકાર પરિષદ સંબોધશે. 

  • આજે મહુવામાં છબીલદાસ મહેતા કોમ્પલેકસ અને જસવંત મહેતા ભવનનુ ખાતમુર્હત કરાશે. તેમજ મહુવાની સિવિલ હોસ્પિટલ સરકાર સંભાળશે. આ પ્રસંગે નાણામંત્રી નીતીન પટેલ અને કથાકાર મોરારીબાપુની હાજર રહેશે. કાર્યક્રમ સવારે 10 વાગે યોજાશે.. 

  • આજે શહીદ દિવસ નિમિત્તે ભાવનગહમાં ઠેર ઠેર અંજલી અર્પણ કરાશે. શહરના પાનવાડી ચોક ખાતે શહીદોને સવારે 9 વાગે અંજલી આપવામાં આવશે.. 

  • આજે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા અમદાવાદના લાલ દરવાજા ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરાશે. ઉજવણી સવારે 11 વાગે શરૂ કરાશે.. 

  • આજે મજદુર દીન નિમિતે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વકર્સ યુનિયન દ્વારા ગાંધીધામ ખાતે રેલી નુ આયોજન કરવામાં આવ્યુ છે. આ રેલી સવારે 9:30 કલાકે નીકળી શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરશે.. તેમજ શહેરના ગોપાલપુરી ના સરદાર વલ્લભાઇ પટેલ સ્ટેડિયમ ખાતે પૂર્ણ થશે. ત્યાર બાદ સ્ટેડીયમ ખાતે વકર્સ સ્નેહમિલન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. 

  • સાબરકાંઠાના હિંમતનગર શહેરના હડીયોલ પુલ છાપરીયામાં આવેલા મહાકાલી મતાજીના મંદિરનો ચોથો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે નિમિત્તે આજે બીજા દિવસે સવારે 9 કલાકે થી પ્રાતઃપુજન પ્રધાન હોમ દેવિરાજો પ્રચારપુજન અને સાંજે 3 કલાકે શોભા યાત્રા નિકળશે.. ત્યારબાદ સાંજે આરતી કરવામાં આવશે.. 

  • સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના રાજપુર ખાતે એસોસીએશન ઓફ સ્મોલ એન્ડ મીડીયમ ન્યુઝ પેપર્સ ઓફ ઇન્ડીયા ગુજરાત પ્રદેશ દ્વારા રાજયના લઘુ અને મધ્યમ કદના અખબારોના માલીકો અને તંત્રીઓનુ અધિવેશન યોજાશે. અધિવેશન સવારે 11 કલાકે પંચમુખી હનુમાનજી મંદિર પાસે યોજાશે. 

  • સાબરકાઠાના હિમતનગર તાલુકાના રાજપુર ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના પાટોત્સવ પ્રસંગે મીરાં શબ્દ પર્વનુ આયોજન કરાયું છે. આજે સવારે 9 કલાકે શ્યામ દિવાની મીરા અને ચીતૌડ ગઢની ગરીમાને યાદ કરવા રાજસ્થાન ગુજરાત અને કર્ણાટકના સાહિત્યકારો વક્તવ્યો આપશે. 

  • સિદ્ધપુરનાં સેદ્રાણા નજીક સર્વ મંગલમ્ આશ્રમ ખાતે છેલ્લા ત્રણ દિવસથી કિશોરી સંસ્કાર શિબિરનું આયોજન કરાયું હતું. જેનું આજે સવારે 10 કલાકે સમાપન થશે. જેના સમાપન પ્રસંગે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના પ્રાધ્યાપકો માર્ગદર્શન આપશે.   

  • પાટણ નગરપાલિકાના પ્રમુખ ની અઢી વર્ષની અવધી થોડા સમય માં જ પૂર્ણ થનારી છે. ત્યારે ભાજપ દ્વારા નવા પ્રમુખની વરણી  કરવાની કવાયત હાથ ધરાઈ છે. જેના ભાગ રૂપે આજે સાંજે 4 કલાકે ભાજપના નિરિક્ષકોની ટીમ પાટણ આવશે.  પ્રમુખ બાબતે પાલિકા સદસ્યોના સેન્સ લેવામાં આવશે. 

  • સમવેદના સંસ્થા દ્વારા હેપ્પી સમર 2013નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમવેદનાના બાળકો સાથે અલગ રીતે સેવિબ્રેશન કરવામાં આવશે. આ પ્રસંગે સમવેદનાના ફાઉન્ડર જાનકી વસંત હાજર રહેશે. 

  • ટાટા મોટર દ્વારા ઓફ રોડ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલી ટાટા સફારી સ્ટોર્મની એકસટ્રીમ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે. હેલ્મેટ સર્કલ ખાતે આવેલા બ્રહ્મચારી ગ્રાઉન્ડ ખાતે સવારે 11.30 કલાકે આ એક્સટ્રીમ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.. 

  • આજે ગુજરાત રાજ્યના 64મા સ્થાપના દિનની ઠેર ઠેર ઉજવણી કરાશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્થાપના દિનની ઉજવણી કરાશે. જે નિમિત્તે વિવિધ મહોત્સવ અને સ્પર્ધાઓનું આયોજન કરાશે.. 

  • ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અંતૅગત ભુજ નગરપાલિકા તથા નેશન ફસ્ટૅ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે ભુજના ઐતિહાસીક ભુજીયા ડુંગર પર આરોહણ સ્પધૉ યોજાશે. આ સ્પધૉ સવારે શરૂ થશે. આ સાથે ભુજ નગરપાલિકા દ્રારા સાંજે હમિરસર તળાવના કિનારે રંગોળી સ્પાધાનુ પણ આયોજન કરાશે.. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ