બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / neha kakkar sings tum hi aana fans crying video viral on tiktok viral video

Viral Video / નેહા કક્કરે ગાયું એવું ગીત, સોશ્યલ મીડિયા પર નથી રોકાઇ રહ્યા ફેન્સના આંસુ

Published By: Krupa

Last Updated: 02:30 PM, 29 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેહા કક્કરના અવાજનો જાદૂ સોશ્યલ મીડિયા પર છવાયેલો રહે છે. નેહાએ આ વખતે એવા સુર છેડ્યો છે કે એના ફેન્સના દિલનું દુખ આંસુ બનીને બહાર આવી રહ્યું છે.

  • નેહા કક્કડનો વીડિયો થયો વાયરલ 
  • ગાયું એવું દુ:ખ ભર્યું ગીત, ફેન્સ પણ થયા ઇમોશનલ
  • ટિકટૉક પર પણ મચાવી રાખી છે ધૂમ

નેહા કક્કરનો અવાજનો જાદૂ મોટાભાગે સોશ્યલ મીડિયા પર છવાયેલો રહે છે. નેહા કક્કર સોશ્યલ મીડિયા પર ક્યારેક પોતાના અવાજથી ફેન્સનું દિલ જીતે છે તો ક્યારેક પોતાના ડાન્સના અંદાજથી ફેન્સને આકર્ષવાનું કામ કરે છે. પરંતુ નેહા કક્કરે આ વખતે એવું ગીત ગાયું છે કે એના ફેન્સના દિલનું દુખ આંસુ બનીને બહાર આવ્યું છે. નેહા કક્કરે 'મરજાવાં' ફિલ્મના 'તુમ હી આના' સૉન્ગની કેટલીક પંક્તિઓ ગાઇ, ફેન્સ જ બેકાબૂ થઇ ગયા. એના ફેન્સનું દુ:ખ Tik Tok પર ઊભરાઇ આવ્યું છે, અને એનો અવાજ સાંભળીને એમનું દુખ યાદ આવી રહ્યું છે, અને એમની આંખમાંથી આંસુ પડી રહ્યા છે. 

નેહા કક્કરનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પરંતુ ખાસ વાત એ છે કે Tik Tok પર પણ આ સૉન્ગે ધૂમ મચાવી રાખી છે. 

નેહા કક્કરના આ સૉન્ગ પર ફેન્સ ઘણા બધા વીડિયો બનાવી રહ્યા છે. 

જણાવી દઇએ કે બોલીવુડની જાણતી સિંગર નેહા કક્કર દિલ્હીની રહેવાસી છે અને બાળપણથી સિંગિંગ કરી રહી છે. 30 વર્ષની નેહા કક્કરે સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 2006માં ભાગ લીધો હતો અને એ આ શો ની જજ પણ રહી ચુકી છે. ગત વર્ષે નેહા કક્કરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર બોયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયા હોવાની માહિતી આપી હતી. અને એ ઘણા પ્રસંગોએ ઇમોશનલ થતી પણ નજરે આવી હતી, પરંતુ હવે એ પોતાના કરિયર પર ફરીથી તેજ સ્પીડથી દોડી રહી છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Neha Kakkar Tiktok viral video ટીક ટોક નેહા કક્કર વાયરલ વીડિયો Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ