ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આ રાજ્યોમાં મહિલાઓ સામે સૌથી વધુ ગુના, આંકડો જોઈને તમે પણ ચોંકી ઉઠશે, જુઓ યાદી

નેશનલ / આ રાજ્યોમાં મહિલાઓ સામે સૌથી વધુ ગુના, આંકડો જોઈને તમે પણ ચોંકી ઉઠશે, જુઓ યાદી

Published By: Jinal Chauhan

Last Updated: 03:47 PM, 30 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2023 માટે NCRB રિપોર્ટ બહાર પડી ગયો છે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ ફરી એકવાર ઉચ્ચતમ સ્તરે છે, જ્યારે દેશભરમાં સાયબર ક્રાઇમ અને આર્થિક ગુનાઓમાં પણ ઝડપથી વધારો થયો છે.

ADVERTISEMENT

દર વર્ષે ભારત સરકારના રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB) વિભાગે દેશભરમાં થયેલા ગુનાઓના આંકડાઓનો એક રિપોર્ટ બહાર પાડે છે.આ રિપોર્ટમાં માત્ર આંકડા જ નહીં પરંતુ જણાવે છે કે દેશમાં કયા રાજ્ય કે શહેરમાં કઈ રીતે ગુનાઓ વધ્યા છે અને કયાં સુધાર થયા છે.

2023 માટે NCRB નો રિપોર્ટ બહાર પડી ગયો છે, અને તેના આંકડા ચોંકાવનારા છે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ ફરી એકવાર વધ્યા છે.જ્યારે દેશભરમાં સાયબર ક્રાઇમ અને આર્થિક ગુનાઓ પણ ઝડપથી વધ્યા છે. તો ચાલો જાણીએ કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સૌથી વધુ ક્યાં થાય છે અને કયા રાજ્યો ટોપ પર છે.

મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ ગુનાઓ ક્યાં થાય છે?

NCRBના રિપોર્ટ પ્રમાણે દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ ગુના નોંધાયા છે. જોકે હમણા કેસમાં થોડો ઘટાડો થયો છે, તેમ છતાં દેશના તમામ મોટા શહેરોમાં દિલ્હી હજુ પણ પ્રથમ ક્રમે છે. જો કે ક્રાઈમ રેટમાં દિલ્હીએ ઘણા રાજ્યો અને શહેરોને પાછળ છોડી દીધું છે. 2023 માં, દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ 13,366 કેસ નોંધાયા હતા, જે મુંબઈના 6,025 અને બેંગલુરુના 4,870 કેસ કરતા ઘણા વધારે છે.

જોકે, 2022 ની સરખામણીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં 5.7 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે આ સંખ્યા 14,247 હતી. જેમાં દુષ્કર્મ, છેડતી, ઘરેલુ હિંસા અને દહેજ મૃત્યુ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. જો કે, દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની સંખ્યા અન્ય શહેરો કરતા ડબલ છે.

vtv_app_add.width-800

આ પણ વાંચોઃ સવારના પહોરમાં અશુભ, ભાજપના દિગ્ગજ નેતાનું અવસાન થતાં દેશમાં શોક, મનમોહન સિંહને હરાવ્યાં હતા

ગુનાખોરીમાં કયું રાજ્ય ટોચ પર છે?

NCRB રિપોર્ટ પ્રમાણે સમગ્ર ભારતમાં સાયબર ક્રાઇમમાં 31.2 ટકાનો તીવ્ર વધારો થયો છે. આ અહેવાલ મુજબ, 2022 માં 65,893 કેસ નોંધાયા હતા, હવે નવા અહેવાલમાં 2023 માં 86,420 કેસ નોંધાયા છે.

કુલ ગુનાઓમાં કર્ણાટક ટોચ પર છે, અહીં 21,889 કેસ નોંધાયા છે. તેલંગાણા બીજા સ્થાને છે, જેમાં 18,236 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે, જેમાં 10,794 કેસ નોંધાયા છે. આ ગુનાઓમાંથી 69 ટકા ફક્ત છેતરપિંડીના હતા. 2023 માં કુલ 2,04,973 આર્થિક ગુનાઓ નોંધાયા હતા, જે 2022 ની તુલનામાં 6 ટકાનો વધારો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Most unsafe states for women 2025 Crime against women in India Women safety report India

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ