ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ધુમ્મસનું સામ્રાજ્ય, અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી

હવામાન અપડેટ / ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ધુમ્મસનું સામ્રાજ્ય, અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી

Published By: Priykant Shrimali

Last Updated: 08:21 AM, 6 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Forecast : IMD અનુસાર 6 જાન્યુઆરીના રોજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, મધ્ય પ્રદેશ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા

ADVERTISEMENT

Weather Forecast : ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આ દિવસોમાં શિયાળાની ઠંડી પોતાના શિખરે પહોંચી ગઈ છે. પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવન સાથે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. પરિણામે સામાન્ય જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી ?

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર 6 જાન્યુઆરીના રોજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, મધ્ય પ્રદેશ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં દૃશ્યતા ખૂબ ઓછી રહે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

પહાડી રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાની શક્યતા

હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી છે. હિમાચલના ચંબા, મનાલી, કિન્નૌર અને રોહતાંગ જેવા ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. સાથે સાથે ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં પણ હવામાન બગડવાની શક્યતા છે. દક્ષિણ ભારતના તમિલનાડુમાં પણ વરસાદ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ઠંડીની તીવ્રતા યથાવત છે. આવનારા દિવસોમાં સવાર અને રાત્રે ધુમ્મસ વધુ ઘેરું બનવાની સંભાવના છે. જો કે, બપોર બાદ થોડીવાર સૂર્યપ્રકાશ જોવા મળી શકે છે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન આશરે 17°C અને લઘુત્તમ તાપમાન 7°Cની આસપાસ રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશમાં ધુમ્મસનું પ્રભુત્વ

ઉત્તર પ્રદેશમાં ધુમ્મસને કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણથી ચાર દિવસ સુધી ધુમ્મસની સ્થિતિ યથાવત રહી શકે છે. જોકે, આગામી 48 કલાકમાં કડકડતી ઠંડીમાંથી થોડી રાહત મળવાની શક્યતા છે. પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લખનૌ સહિત બરેલી, પીલીભીત, સીતાપુર, ગોંડા, અયોધ્યા, ગોરખપુર, મહારાજગંજ, બસ્તી અને આસપાસના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. લખનૌમાં આજે લઘુત્તમ તાપમાન આશરે 9°C અને મહત્તમ તાપમાન લગભગ 20°C રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : ધુમ્મસનો કહેર, IGI એરપોર્ટની એડવાઇઝરી, ફ્લાઈટ્સ અને ટ્રેન પર પડશે અસર

બિહારમાં ઠંડા દિવસોની આગાહી

પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાના કારણે બિહારમાં પણ ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગ મુજબ, મંગળવાર સુધી રાજ્યમાં ઠંડા દિવસોની સ્થિતિ બની શકે છે. સાથે સાથે ગાઢ ધુમ્મસ પણ જોવા મળશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાથી ઠંડી વધુ અનુભવાશે. હાલમાં છાપરામાં લઘુત્તમ તાપમાન 8.2°C અને પટનામાં 10.6°C નોંધાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

North India Weather Cold Wave Alert Dense Fog Warning

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ