ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેન્દ્ર સરકારની યોજનામાં દરરોજ 500 રૂપિયા કમાવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

તમારા કામનું / કેન્દ્ર સરકારની યોજનામાં દરરોજ 500 રૂપિયા કમાવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

Last Updated: 10:33 PM, 6 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વકર્મા યોજના શું છે અનેઆ યોજનામાં તમને દરરોજ 500 રૂપિયા કમાવવાની તક મળે છે, આ લેખમાં જાણો કે આ યોજના શું છે અને કેવી રીતે આના માટે અરજી કરી શકાય ?

ADVERTISEMENT

સરકારની પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના કૌશલ્યમાં સુધારો કરવા માટે થોડા દિવસની આધુનિક તાલીમ અપાય છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના દેશના પરંપરાગત કારીગરો અને કલાકારોના હીત માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને દરરોજ નાણાકીય સહાય, મફત ટૂલકીટ અને સામન્ય શરતો પર લોન પણ આપે છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે લોકો તેમના પરંપરાગત કૌશલ્યને નવો આકાર આપે અને પોતાનો વ્યવસાય શરૂ કરીને આત્મનિર્ભર બને.

pm-vishvkrma-yojna

આ યોજના કોના માટે છે

આ યોજના એવા લોકો માટે છે જેઓ પેઢીઓથી સુથાર, લુહાર, કુંભાર, દરજી, સુવર્ણકાર વગેરે જેવા પરંપરાગત કામ કરી રહ્યા છે. સરકાર આ કારીગરોના વ્યવસાયને આર્થિક અને તકનીકી રીતે સશક્ત બનાવીને પ્રોત્સાહન આપવા માંગે છે. આનાથી તેમના જીવનધોરણમાં સુધારો થશે, પરંતુ ભારતીય હસ્તકલા અને કારીગરીને પણ નવું જીવન મળશે.

તાલીમ દરમિયાન દરરોજ સ્ટાઈપેન્ડ મળે છે

આ યોજનામાં લાભાર્થીઓને તેમની સ્કિલ સુધારવા માટે થોડા દિવસની આધુનિક તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન, કેન્દ્ર સરકાર તેમને દરરોજ 500 રૂપિયા સ્ટાઈપેન્ડ તરીકે આપે છે. આ સ્ટાઈફંડ એટલે આપવામાં આવે છે કે તાલીમ દરમિયાન તેમની આવક પર અસર ન પડે અને તેઓ તેમની કાર્યક્ષમતામાં વધારો કરી શકે.

PM Vishwakarma Yojana

ઓનલાઈન અને ઓફલાઈન: આ રીતે અરજી કરો

આ યોજનામાં અરજી કરવા માટે રસ ધરાવતા લાભાર્થીઓ બે રીતે પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ઓનલાઈન અરજી માટે તમારે વેબસાઇટ pmvishwakarma.gov.in પર જઈને લોગિન કરવું પડશે, જ્યાંથી ફોર્મ ભરી શકાય છે. ઓફલાઈન અરજી માટે નજીકના CSC સેન્ટરની મુલાકાત લઈને અને દસ્તાવેજો સબમિટ કરીને નોંધણી કરાવી શકાય છે. લાયકાત અંગે અને દસ્તાવેજ ચકાસણી પછી જ અરજી સ્વીકારવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવે બિહાર કરતા પણ બદતર હાલત, વધારે એક બાળકની 'બલી'

ટૂલકીટ અને સરળ લોન સુવિધા

પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં જોડાતા કારીગરોને ટૂલકીટ માટે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેથી તેઓ તેમના કામ માટે જરૂરી સાધનો ખરીદી શકે. આ ઉપરાંત તેમને ઓછા વ્યાજ દરે લોન પણ મળે છે. પ્રથમ તબક્કામાં ₹ 1 લાખ સુધીની લોન આપવામાં આવે છે અને તેને ચૂકવ્યા પછી લાયકાત ધરાવતા લાભાર્થીઓ ₹ 2 લાખ સુધીની બીજી લોન માટે અરજી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SkillIndia PMVishwakarmaYojana GovernmentSchemeપીએમ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ