ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગુજરાતમાં હવે બિહાર કરતા પણ બદતર હાલત, વધારે એક બાળકની 'બલી'
Last Updated: 07:16 PM, 6 August 2025
ADVERTISEMENT
Vadodara News : વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં જૂના સુએજ પમ્પિંગ સ્ટેશન પાસે ડ્રેનેજના નાળામાં ખાબકતાં 16 વર્ષીય સગીરનું મોત થયું છે. ડ્રેનેજના નાળામાં સગીર ખાબકી ગયાની ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ, પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એમ્બ્યૂલન્સ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર વિભાગે સગીરના મૃતદેહને નાળામાંથી બહાર કાઢ્યો હતો. આ દરમિયાન ફાયરની ગાડી રિવર્સ લેવા જતા ફાયર વિભાગની ગાડી પણ ખાડામાં ખાબકી ગઈ હતી. સદનસીબે ગાડીમાં સવાર ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
વડોદરા કોર્પોરેશને વધારે એક બલી લીધી
વડોદરા કોર્પોરેશનમાં વિકાસ એટલો વ્યાપી ગયો છે કે, હવે તંત્રએ ખોડેલા ખાડાઓમાં તંત્રની જ ગાડીઓ ખાબકી રહી છે. તંત્રના કારણે તંત્ર જ ભોગ બનવા લાગ્યું છે. વડોદરાના ગાજરાવાડીના જૂના સુવેઝ પમ્પિંગ સ્ટેશન પાસે બની દુર્ઘટના બની હતી. ગટરના સ્લેબ પર બેસેલ બાળક અંદર પડતા ડુબી ગઇ હતી. પરિવાર દ્વારા તત્કાલ તેને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જ્યારે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ પોતાના સાધરસરંજામ સાથે ઘટના સ્થળે પહોંચ્યું હતું. જ્યારે પોલીસ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ચુકી હતી. કોર્પોરેશનનાં અધિકારીઓ પણ ઘટના અંગે માહિતી મળતા દોડી આવ્યા હતા. જો કે તંત્ર મુકદર્શક જ રહ્યું હતું. કારણ કે બાળકીનું તો ખાડામાં પડ્યાની મિનિટોમાં જ મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો : PM મોદી 7 વર્ષ પછી ચીનની મુલાકાતે, SCO સમિટમાં આપશે હાજરી
ગાજરવાડી વિસ્તારમાં ડગલેને પગલે ખાડા
ADVERTISEMENT
જો કે સૌથી ચોંકાવનારી બાબત હતી કે, ગાજરવાડીમાં તંત્રએ એટલા ખાડા ખોદી દીધા છે કે, બચાવ કામગીરી માટે આવેલી ફાયરની ગાડી પણ ફસાઇ ગઇ હતી. બચાવ કામગીરી માટે પહોંચેલ ફાયરની ટીમ સાથે પણ બની દુર્ઘટનાનો શિકાર બની હતી. ફાયર વિભાગની ગાડી રિવર્સ લેતા સમયે બાજુમાં ગટર માટે ખોદેલ ખાડામાં ખાબકી હતી. સબનસીબે ફાયર વિભાગના જવાનો હેમખેમ બહાર નિકળ્યાં હતા. જૂના પંપીંગ સ્ટેશન વિસ્તારમાં ખાડા જીવલેણ બન્યા હતા.

ADVERTISEMENT
(ફાયરની ટ્રક જ ખાડામાં ખાબકી)
નિર્દોષ સગીરની વડોદરા કોર્પોરેશને બલી લીધી
ADVERTISEMENT
જો કે આ તમામ વચ્ચે સવાલ છે કે, નિર્દોષ સગીરના મોતનું જવાબદાર કોણ છે. શું જ્યાં સુધી નિર્દોષ વ્યક્તિની બલી ન ચડે ત્યાં સુધી તંત્ર કોઇ કામગીરી કરતું જ નથી. ખુલ્લી ડ્રેનેજ રાખનારા વિરુદ્ધ શું પગલાં લેવાશે? સુએજ પમ્પિંગ સ્ટેશન પાસેના ખાડા પૂરવાની જવાબદારી કોની હતી અને કોના દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. કોઈ દુર્ઘટના પહેલાં તંત્ર કેમ નથી જાગતું નથી. જ્યાં સુધી કોઇનો જીવ ન જાય ત્યાં સુધી સરકાર કે તંત્ર જાગતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT