ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:03 PM, 6 August 2025
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં જાપાન અને ચીનની મુલાકાત લેશે. જાપાનની આ મુલાકાતનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે, જ્યારે પીએમ મોદી ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ની બેઠકમાં હાજરી આપશે.
ADVERTISEMENT

પ્રધાનમંત્રી મોદી 30 ઓગસ્ટના રોજ જાપાન જશે, જ્યાં તેઓ જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સાથે ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે રણનીતિક, આર્થિક અને તકનીકી સહયોગને આગળ વધારવા પર ચર્ચા થવાની શક્યતા છે.
ADVERTISEMENT
આ બાદ પીએમ મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે ચિનના તિયાનજિન શહેરમાં યોજનારી SCO સમિટમાં ભાગ લેશે. 2019 પછી પીએમ મોદીનો આ પહેલો ચીન પ્રવાસ હશે. SCO બેઠકમાં સુરક્ષા, આસતંકવાદ, વ્યાપાર સહયોગ અને બહુપક્ષીય જેવા જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ADVERTISEMENT
આતંકવાદ સામે ભારતની કડક નીતિને
જૂનની શરૂઆતમાં, રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનના કિંગદાઓમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના રસના રક્ષામંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે એવા દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો જે આતંકવાદ સામે ભારતની કડક નીતિને નબળી બનાવી શકે છે. આતંકવાદના મુદ્દા પર મતભેદોને કારણે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એ સંયુક્ત નિવેદન બહાર પાડવાનો નિર્ણય લીધો ન હતો.
ADVERTISEMENT
વધુ વાંચો: 'ન્યૂડ કરીને...' ઓફિસર પતિએ એવું કર્યું કે મધુએ આપી દીધો જીવ, પછી ગર્લફ્રેન્ડ સાથે કરી અય્યાશી
SCO માં ચીન-પાકિસ્તાનની હરકત
ADVERTISEMENT
સૂત્રો અનુસાર, SCO ની અધ્યક્ષતા કરતાં ચીન અને પાકિસ્તાન, આતંકવાદથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. SCO દ્વારા તૈયાર દસ્તાવેજોમાં પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ પણ નહતો. આનાથી ઊલટું દસ્તાવેજોમાં બલૂચિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે ભારત પર પાકિસ્તાની પ્રાંતમાં અશાંતિ ફેલાવવાનો પરોક્ષ આરોપ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Delhi CJP Protest / દિલ્હીમાં આજે ફરી CJPનું વિરોધ પ્રદર્શન, અનેક રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT