બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'ન્યૂડ કરીને...' ઓફિસર પતિએ એવું કર્યું કે મધુએ આપી દીધો જીવ, પછી ગર્લફ્રેન્ડ સાથે કરી અય્યાશી
Last Updated: 03:21 PM, 6 August 2025
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક ભયાનક ઘટના સામે આવી છે જ્યાં મર્ચન્ટ નેવીમાં ફરજ બજાવતા અનુરાગ સિંહની પત્ની મધુ સિંહનો મૃતદેહ તેમના વૈભવી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ફાંસીના ફંદા પર લટકતો મળ્યો હતો. આ ઘટના અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. જો કે મધુના પરિવારજનો આ ઘટના આત્મહત્યા નહીં પરંતુ હત્યા ગણાવી રહ્યા છે. પરિવારજનોના ગંભીર આરોપોને આધારે પોલીસ દ્વારા અનુરાગ સિંહની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT

મધુની મોટી બહેન પ્રિયાએ આરોપ લગાવ્યો છે કે અનુરાગ સિંહ mentally unstable હતો અને તેનું મઘુ સાથે વર્તન હિંસક અને અત્યાચાર વાળુ હતું. જેના અનુસાર, અનુરાગ નાના નાના કારણોથી મધુ પર હિંસા કરતો હતો, તેને દારૂ પીવડાવતો અને તેના પરિવાર અને મિત્રો સાથેના સંબંધ તોડી નાખવા પણ દબાણ કરતો હતો. મધુના પરિવારનું એવું પણ કહેવું છે કે અનુરાગે લગ્ન સમયે 15 લાખ રૂપિયા અને અન્ય મોંઘી ભેટોની માગણી કરી હતી, જેને મધુના પિતાએ પોતાની ક્ષમતા કરતાં વધારે આપવાનું નક્કી કર્યું હતું. તેમ છતાં અનુરાગની લાલચ વધતી ગઇ હતી.
ADVERTISEMENT
આ વર્ષે ફેબ્રુઆરીમાં બંનેના લગ્ન મેટ્રિમોનિયલ સાઇટથી થયા હતા, પરંતુ લગ્નના 15 દિવસ પછીથી જ મધુ સાથે હિંસાની ઘટનાઓ શરૂ થઈ હતી. મધુએ 10 માર્ચે એની સાથે થયેલા હિંસાના હુમલા પછી તેના મામાના ઘરે જઈ રડી રડીને પોતાની બહેનને બધું જણાવ્યું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
મધુની જે દિવસે હત્યા થઇ હતી તે દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને લગભગ 10:30 વાગ્યે બંને ફ્લેટમાં પાછા આવ્યા હતા. ગાર્ડના જણાવ્યા અનુસાર, ઘરમાં ઝઘડા સામાન્ય થઈ ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, અનુરાગે હત્યાના આગલા દિવસે નોકરાણીને મેસેજ કરીને ન આવવાનું કહ્યું હતું અને રાત્રે 10:30 વાગ્યે ઓનલાઈન ફુડ પણ ઓર્ડર કર્યો હતો.

ADVERTISEMENT
ચોંકાવનારી વાત એ છે કે અનુરાગે સૌથી પહેલા ગાર્ડને કહ્યું કે મધુએ આત્મહત્યા કરી છે અને પછી પોતે જ મૃતદેહને ફાંસી પરથી ઉતારી દીધો હતો. ત્યારબાદ અનુરાગે રાત્રે 12 વાગ્યે પોલીસને ઘટનાની જાણ કરી અને મધુના પરિવારને સવારે 5 વાગ્યે જાણ કરી હતી. વધુમાં, મધુએ તેના પરિવારને જણાવ્યું હતું કે અનુરાગ પોતાની X ગર્લફ્રેન્ડ સાથે વધુ સંપર્કમાં રહે છે. સાથે મધુએ તેના ચેટ્સના સ્ક્રીનશૉટ્સ પણ મોકલ્યા હતા.
ADVERTISEMENT
મધુ એક ખુશમિજાજ છોકરી હતી, પરંતુ અનુરાગના હંસાથી તે એકલી જીવન જીવવા મજબૂર બની હતી. હાલમાં અનુરાગ પોલીસ કસ્ટડીમાં છે અને પુછપરછ દરમિયાન પણ સિગારેટ માંગતા જોવા મળ્યો છે. તેણે પોતાને નિર્દોષ બતાવવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ સ્પષ્ટ કારણ આપી શક્યો નથી. આ સમગ્ર મામલો હવે ગંભીર બન્યો છે. પોલીસ આ કેસમાં હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ કરી રહી છે જેથી મધુને ન્યાય મળી શકે
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.