બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'પપ્પાને કહેતી કોલ સેન્ટરમાં નોકરી છે, રાતે 10 ગ્રાહકોને ખુશ કરતી', બોલી 16 વર્ષની છોકરી
Last Updated: 02:26 PM, 6 August 2025
Delhi Prostitution : આપણાં દેશમાં અનેક વિસ્તારો એવા છે કે, જ્યાં વેશ્યાવૃત્તિનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. જેમાં ખાસ કરીને માસૂમ દીકરીઑને ભોળવી તેમાં ધકેલી દેવામાં આવે છે. આ જ પ્રકારની એક ઘટના દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી સામે આવી છે. દિલ્હી પોલીસે 16 વર્ષની એક છોકરીને બચાવી છે જેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી. જોકે આ દીકરીએ જે ખુલાસા કર્યા તે ખરેખર ચોંકાવનારા છે. જોકે સ્થાનિક પોલીસ અને એક એસોસિએશન ફોર વોલન્ટરી દ્વારા આ છોકરીને બચાવી લઈ એક ઈસમની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
દિલ્હીમાં એસોસિએશન ફોર વોલન્ટરી એક્શનની માહિતી પર બચાવાયેલી સગીર છોકરીએ જણાવ્યું કે, તેને એક વર્ષ પહેલા આદુનિયામાં ધકેલી દેવામાં આવી હતી. આ સાથે તેને કહ્યું અહીં તેને દરરોજ રાત્રે 8 થી 10 ગ્રાહકોને ખુશ કરવા પડતા હતા. જોકે પોલીસ આ મામલે બાતમીને આધારે છટકું ગોઠવી અને એક ઈસમને દબોચી લીધો છે. આ તરફ હવે એક વાત એવી પણ છે કે, આ કાંડમાં કોઈ એક નહીં પણ આખી ગેંગ હોવાની શક્યતા જોતાં ગેંગમાં સામેલ અન્ય શંકાસ્પદો વિશે તપાસ શરૂ કરાઇ છે.
પીડિત યુવતીએ કર્યા દર્દનાક ખુલાસા
ADVERTISEMENT
આ કેસમાં પીડિત યુવતીએ જણાવ્યું કે, તેની એક મહિલા મિત્રએ આ ધંધામાં ફસાવી હતી. મિત્રએ છોકરીને કહ્યું હતું કે, તે તેને એક એવા માણસ સાથે પરિચય કરાવશે જે તેની બધી પૈસાની સમસ્યાઓને પળવારમાં ઉકેલી દેશે. છોકરીએ કહ્યું, મારા મિત્રએ મને એક ભાઈ સાથે પરિચય કરાવ્યો જેણે મને ઘણા પૈસા કમાવવાનું ગુલાબી ચિત્ર બતાવ્યું. ત્યારે મને સમજાયું નહીં કે મને કેવા પ્રકારના ધંધામાં ધકેલી દેવામાં આવી રહી છે. જોકે બાદમાં મને સમજ પડતાંની સાથે જ મેં તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે લોકોએ મને ગુપ્ત રીતે રેકોર્ડ કરેલા વીડિયો બતાવીને મારું મોં બંધ રાખવાની ધમકી આપી.
દુખાવાની ફરિયાદ કરતી તો દવા આપતા પણ...
ADVERTISEMENT
આ કેસમાં પીડિત યુવતીએ જણાવ્યું કે, જ્યારે તેણી દુખાવાની ફરિયાદ કરતી હતી, ત્યારે તેને પેઇનકિલર્સ આપવામાં આવતા હતા અને પછી ગ્રાહકોને મોકલવામાં આવતા હતા. આ કામ માટે તેણીને 500 રૂપિયા ચૂકવવામાં આવતા હતા પરંતુ આ પૈસા પણ તેણીને ક્યારેક ક્યારેક અને માંગણી પર જ આપવામાં આવતા હતા. જ્યારે તેણીએ મુક્તિ માટે વિનંતી કરી ત્યારે માનવ તસ્કરી કરનાર ગેંગના સભ્યોએ તેણીને રેકોર્ડ કરેલા વીડિયો બતાવીને ધમકી આપી કે, જો તેણી આ કામ કરવાનો ઇનકાર કરશે અથવા ભાગી જવાનો પ્રયાસ કરશે તો તે જાહેર કરવામાં આવશે.

ADVERTISEMENT
પિતાને કહેતી હતી કે, કોલ સેન્ટરમાં નોકરી...
છોકરીએ કહ્યું કે, તેની માતાનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. તે તેના પિતા સાથે રહે છે જે દારૂના વ્યસની છે. છોકરીએ કહ્યું કે, તેના પિતાને આ વિશે કંઈ ખબર નથી. મેં તેમને કહ્યું હતું કે, હું એક કોલ સેન્ટરમાં કામ કરું છું જ્યાં મારી નાઇટ ડ્યુટી છે. છોકરીએ કહ્યું કે, તે દરરોજ સાંજે 5 વાગ્યે ઘરેથી નીકળી જતી હતી અને ગ્રાહકો સાથે રાત વિતાવ્યા પછી તે સવારે 5-6 વાગ્યે પાછી આવતી હતી. આ નોકરીમાં તેને કોઈ રજા મળતી ન હતી અને તેને દરરોજ 8 થી 10 ગ્રાહકોને ખુશ કરવા પડતા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : રાજનીતિના બે દિગ્ગજોના અવસાનથી દેશમાં વ્યાપ્યો શોક, PM મોદી-રાહુલ સહિતના નેતાઓ શોકાતુર
હવે જાણીએ છોકરીને કઈ રીતે બચાવાઈ ?
ADVERTISEMENT
બાળ અધિકારોના રક્ષણ અને સલામતી માટે કામ કરતી સંસ્થા AVA ના સિનિયર ડિરેક્ટર મનીષ શર્માએ જણાવ્યું હતું કે, અમારી ટીમ ગ્રાહકો તરીકે ઓળખાતા ગેંગ સુધી પહોંચી હતી. તેમનો વિશ્વાસ જીતવામાં અમને એક મહિનાથી વધુ સમય લાગ્યો. ઘણી સોદાબાજી પછી અમે તેને ઓનલાઈન ચુકવણી કરી પરંતુ તે પછી તેણે તરત જ તેનું સ્થાન બદલી નાખ્યું. અંતે તેણે અમને દ્વારકા બોલાવ્યા. અમે તરત જ પશ્ચિમ દ્વારકા રેન્જના DCP અંકિત કુમાર સિંહને આ અંગે જાણ કરી. સિંહે તરત જ તેમની ટીમને જાણ કરી અને દરોડાની તૈયારી કરી. આ તરફ ઘટનાસ્થળે પહોંચતા ટીમને દારૂની ખાલી બોટલો, પેઇનકિલર્સ, કેટલીક એન્ટિબાયોટિક્સ અને જાતીય ચેપની સારવારમાં વપરાતી કેટલીક દવાઓ મળી આવી. પોલીસે ઇબ્રાહિમ નામના આરોપીની ધરપકડ કરી છે પરંતુ તેનું માનવું છે કે, તે એકલો નથી પણ તેની પાછળ એક આખી ગેંગ છે. જોકે હવે આ મામલે પોલીસે ઝીણવટભરી તપાસ આદરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.