ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:51 AM, 6 August 2025
ADVERTISEMENT
દેશના રાજકીય ઇતિહાસમાં રાજનીતિના બે દિગ્ગજ નેતાઓએ એક જ સપ્તાહમાં અંતિમ શ્વાસ લેતા સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે. અવારનવાર ચર્ચામાં રહેતા અને સમગ્ર કારકિર્દીમાં દબદબો જમાવનારા બે દિગ્ગજ નેતાઓએ એક જ અઠવાડિયામાં આ દુનિયાને અલવિદા કહ્યુ. એક તરફ ઝારખંડના કદ કાઠવાળા નેતા, જેમણે આખું રાજ્ય બનાવવાની લડાઈ લડી – તો બીજી તરફ તે વ્યક્તિ, જેના હસ્તાક્ષરથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાઈ.
ADVERTISEMENT

એક જ સપ્તાહમાં દેશે બે દાયકાઓ સુધી દેશના રાજકારણમાં પોતાની છાપ છોડનાર નેતાઓ ગુમાવ્યા – શિબુ સોરેન અને સત્યપાલ મલિક.
ADVERTISEMENT
81 વર્ષની વયે લાંબી બીમારી બાદ શિબુ સોરેનનું સોમવારે સવારે 8:56 કલાકે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ છેલ્લા ઘણા સમયથી કિડની સંબંધિત બીમારીઓથી પીડાતા હતા અને લાઇફ સપોર્ટ પર હતા. નેફ્રોલોજી વિભાગના ડૉ. એકે ભલ્લા અને ન્યુરોલોજી ટીમ તેમની સારવારમાં હતા. તેમનાં અવસાન પર હોસ્પિટલ દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
શિબુ સોરેનને "દિશોમ ગુરુજી" તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ tribals માટે ન્યાય અને હક્કો માટે લડનારા નેતા રહ્યા. તેમણે 1970ના દાયકામાં ધનકતની આંદોલન ચલાવીને આદિવાસી હિતમાં અવાજ ઉઠાવ્યો હતો. તેઓ ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા પરંતુ એક પણ કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા. તેમના જીવનનો મુખ્ય મક્કમ લક્ષ્ય ઝારખંડને બિહારથી અલગ રાજ્ય બનાવવાનું હતું જેમાં તેઓ સફળ રહ્યા. તેમણે કોલસા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. તેમના અવસાનથી ઝારખંડ અને દેશના tribal વિસ્તારોએ એક મજબૂત નેતા ગુમાવ્યો છે.

ADVERTISEMENT
સત્યપાલ મલિકનું અવસાન મંગળવારે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 79 વર્ષની વયે થયું. તેઓ છેલ્લા કેટલાય સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને 11 મેથી સારવાર હેઠળ હતા. 1 વાગ્યે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા. યોગાનુયોગ એ છે કે, 5 ઓગસ્ટ એટલે કે કલમ 370 દૂર થયાની છઠ્ઠી વર્ષગાંઠે જ તેમનું નિધન થયું.
ADVERTISEMENT

મલિકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વિદ્યાર્થી રાજકારણથી કરી હતી. સમાજવાદી વિચારોથી પ્રભાવિત રહીને તેમણે મેરઠ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. તેઓ અનેક પદોએ રહ્યા. ભાજપમાં 2004માં જોડાયા બાદ તેમને કિસાન મોરચાના વડા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેવી જવાબદારીઓ સોંપાઈ હતી.
રાજ્યપાલ તરીકે તેમણે બિહાર, ઓડિશા, જમ્મુ-કાશ્મીર, ગોવા અને છેલ્લે મેઘાલયમાં કામગીરી કરી. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં તેમના કાર્યકાળ દરમિયાન કલમ 370 હટાવવામાં આવી હતી. તેમનો રાજકીય જીવન વિવાદોથી પણ ભરેલો રહ્યો છે. નિવૃત્તિના સમયગાળામાં પણ તેઓ નિવેદનો દ્વારા ચર્ચામાં રહ્યા.
શિબુ સોરેન અને સત્યપાલ મલિકના અવસાનથી ભારતીય રાજકારણમાં બે એવા દિગ્ગજ નેતાઓ ગુમાયા છે, જેમણે પોતપોતાની વિચારધારાની પરિભાષા લખી હતી. દેશભરમાં રાજકીય વર્ગે તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમની સેવા અને યોગદાનને કાયમ યાદ રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital