ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રાજા રઘુવંશી જેવો કાંડ, બોયફ્રેન્ડ સાથે લગ્ન માટે પતિની કરી ક્રૂર હત્યા, વધુ એક સોનમ સામે આવી

ચોંકાવનારું / રાજા રઘુવંશી જેવો કાંડ, બોયફ્રેન્ડ સાથે લગ્ન માટે પતિની કરી ક્રૂર હત્યા, વધુ એક સોનમ સામે આવી

Published By: Nidhi Panchal

Last Updated: 08:53 AM, 6 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ગજબ પ્લાનિંગ, એક નિર્દોષ પતિ અને પ્રેમમાં પાગલ થયેલી સગીર યુવતી...ઝારખંડમાં સામે આવ્યો એવો હત્યાનો કેસ કે સાંભળીને તમે ચોંકી જશો!

ADVERTISEMENT

આજના સમયમાં સંબંધો અને વિશ્વાસનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. હવે લગ્ન માત્ર પાવત્રી સંબંધ નહીં રહ્યો, કેટલીક ઘટનાઓ તો લગ્ન જેવા પવિત્ર બંધન પર સવાલ ઉભા કરે છે. તાજેતરમાં સામે આવેલા હત્યાના કેસો તો એવા હોય છે કે સાંભળીને કોઈ પણ વિચારમા પડી જાય કે શું આજે પ્રેમ માટે માણસ મારવા પણ તૈયાર થઈ જાય છે?

murder-mystry

આમ તો ઘણા પતિઓ આજે પત્નીથી ડરતા હોય તેવી રીલ સોશ્યલ મીડિયા પર જોવાય છે. આજે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે છોકરીઓ લગ્ન વખતે પૂછે છે કે "તમે મારી હત્યા તો નહીં કરો ને?" આમ આ સાંભળતા હેસવું આવે પણ પાછળ એટલો જ ગંભીર કારણ છુપાયેલું છે. તાજેતરમાં એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી છે. એવા જ એક ખૂબ ચર્ચિત કેસ રાજા રઘુવંશીનો હતો, મુકસાન ડ્રમ કેસ, અને હવે ફરી આવી જ ઘટના ઝારખંડના પલામૂમાંથી સામે આવી છે.

Crime-simple

પ્રેમી સાથે મળીને કરી હત્યા

ફક્ત 16 વર્ષની એક છોકરીએ પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખતાં પોતાના પતિની હત્યા કરી નાખી છે. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરી પોતાના બોયફ્રેન્ડ સાથે પ્રેમલગ્ન કરવા માંગતી હતી, પરંતુ પરિવારજનો આ સંબંધ માટે તૈયાર નહોતા અને તેના અન્ય યુવક સાથે લગ્ન કરાવી દીધાં હતાં. લગ્નને માત્ર દોઢ મહિનો જ થયો હતો ત્યારે છોકરીએ પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા કરવાની યોજના બનાવી અને 31 જુલાઈના રોજ તેની હત્યા કરી હતી

app promo3

પોલીસે શું જણાવ્યું?

આ મામલે પલામૂના પોલીસ અધિકારી માહિતી આપતાં જણાવે છે કે છોકરી પલામૂના નવાજયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સિંજોની ગામની રહેવાસી છે. 22 જૂનના રોજ તેના લગ્ન સરફરાઝ નામના યુવક સાથે થયા હતા. લગ્ન પછી બંને અલગ જ રહેતા હતા. પોલીસની માહિતી અનુસાર, આરોપી છોકરી અને તેના પ્રેમીએ પતિ સરફરાઝને જંગલમાં બોલાવ્યો હતો. ત્યારબાદ જંગલમાં પથ્થરથી તેની હત્યા કરી નાખી હતી. હાલ સરફરાઝની હત્યાના આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : VIDEO : હરિદ્વારમાં ચૂર ચૂર થઈને તૂટી પડ્યો પહાડ, માંડ માંડ બચ્યા શ્રદ્ધાળુઓના જીવ, ડરામણો વીડિયો

પોલીસના જણાવ્યા અનુસાર, સગીર છોકરીએ પોતાના પ્રેમી સાથે મળીને પ્લાનિંગ કરીને પતિની હત્યા કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સરફરાઝ ખાન લાતેહાર જિલ્લાના મફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દહી ગામનો રહેવાસી હતો. તેની પથ્થરોથી કચડીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પછી લાશને જંગલમાં ફેંકી પાંદડાથી ઢાંકી દેવામાં આવી હતી. છોકરીએ પોલીસ સામે સ્વીકાર્યું છે કે તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ પરિવારજનોની ના પડતાં તેણે પતિની હત્યા કરી નાખી હતી. હાલ આરોપી છોકરીનો પ્રેમી ફરાર છે અને તેની શોધખોળ માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jharkhand murder case Palamu crime news teen husband

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ