ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : હરિદ્વારમાં ચૂર ચૂર થઈને તૂટી પડ્યો પહાડ, માંડ માંડ બચ્યા શ્રદ્ધાળુઓના જીવ, ડરામણો વીડિયો

દુર્ઘટના / VIDEO : હરિદ્વારમાં ચૂર ચૂર થઈને તૂટી પડ્યો પહાડ, માંડ માંડ બચ્યા શ્રદ્ધાળુઓના જીવ, ડરામણો વીડિયો

Last Updated: 07:48 AM, 6 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરકાશીના ધરાલી પછી હવે હરિદ્વારના મનસા દેવી મંદિરના વિસ્તારમાં લેન્ડ સ્લાઇડનો મામલો સામે આવ્યો છે. મનસા દેવી મંદિર વિસ્તારમાં પહાડ તૂટવાનો (Haridwar Landslide Video) આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

ઉત્તરાખંડ માટે ગઇકાલનો એટલે કે મંગળવારનો દિવસ એક પછી એક દુર્ઘટના વાળો રહ્યો. પહેલા ઉત્તરકાશીમાં વાદળ ફટવાને લીધે પૂરની સ્થિતિનું નિર્માણ થયું તો સાંજ થતાં સુધીમાં હરિદ્વારના મનસા સેવી મંદિર વિસ્તારમાં ભૂ-સ્ખલનની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહયો છે. હાલ એવા સમાચાર સામે આવ્યા છે કે આ લેન્ડ સ્લાઇડ પછી દેહરાદૂન જતો રસ્તો બંધ કરી દેવાયો છે. અને દેહરાદૂન જતી ટ્રેનને પણ રોકી દેવાઈ છે.

ઉત્તરાખંડમાં ધરાલીમાં એક તરફ વરસાદથી હાલ બેહાલ છે તો બીજી તરફ હરિદ્વારમાં થયેલી ઘટનાએ લોકોમાં ભય ઊભો કર્યો છે. પ્રવાસીઓ બધા ડરી ગયા છે. થયું એવું કે હર કી પૌડીથી ભીમગોડા જઈ રહેલા યુવકો પર અચાનક પહાડનો એક ભાગ તૂટીને પડ્યો. જો કે તેઓ માંડ માંડ બચ્યા. તેમને વધારે વાગવાના કે ઘાયલ થયા હોવાના સમાચાર નથી. હરિદ્વારમાં સતત ચાલી રહેલા વરસાદને લીધે પહાડો તૂટવાની ઘટના બની રહી છે. જો કે પહાડ તૂટવાના લીધે કોઈ જાનમાલને નુકસાન થયું નથી.

બાઇક સવાર પર પડ્યો પહાડ

આ ઘટના બની ત્યારે અમુક બાઇક સવારો હર કી પૌડીથી ભીમગોડા તરફ જઈ રહ્યા હતા. ટ્રાફિક પણ ખૂબ હતો લોકોની અવરજવર પણ ચાલુ હતી તેવામાં અચાનક આ પહાડનો એક ભાગ તૂટીને એ બાઇક સવારો પર પડ્યો. અને તે લોકો પડ્યા. આસપાસ પસાર થનાર લોકો પણ ઘડીભર આ દ્રશ્ય જોઈને ડરી ગયા હતા. કારણ કે આ યુવકો સાથે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઇજા પણ થઈ શકતી હતી.

હરકી પૌડી પાસેની ઘટના

મનસા દેવી મંદિર જતાં રસ્તામાં ખૂબ જાણીતા સ્થળ હર કી પૌડી પાસે આ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર અંહિયા સતત વરસાદ થઈ રહ્યો છે. અને તેના લીધે આ ભૂ સ્ખલનની ઘટન અબની હોવાનું સામે આવ્યું છે. પહાડોના મોટા મોટા ટુકડા નીચે પડવાને લીધે લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ રસ્તો હરિદ્વારને ઋષિકેશ સાથે જોડે છે અને માટે જ ઋષિકેશ અને દેહરાદૂન જતી તમામ ટ્રેનને હાલ સ્થગિત કરવામાં આવી છે.

વધુ વાંચો: 'ટ્રેડ પાર્ટનર પર દબાણ ન કરી શકો...' અમેરિકાની ટેરિફ ધમકી પર પુતિનનું ભારતને સમર્થન

Vtv App Promotion

વીડિયો આવ્યો સામે

હરિદ્વારના મનસા દેવી પહાલડ તૂટવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પહાડનો ભાગ તૂટીને નીચે પડી રહયો છે અને લોકોની ચીસો અને બૂમો પણ સાંભળી રહી છે. મનસા દેવી દર્શને ગયેલા લોકોમાં હાલ ડરનો માહોલ છે. અને રસ્તો બંધ થવાના લીધે લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરકાશીમાં પણ વાદળ ફાટવાને લીધે ખૂબ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આથી જ ઉત્તરકાશી અને હરિદ્વાર જનાર લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Haridwar Landslide Mansa Devi Landslide Video Uttarakhand News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ