બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / 'ટ્રેડ પાર્ટનર પર દબાણ ન કરી શકો...' અમેરિકાની ટેરિફ ધમકી પર પુતિનનું ભારતને સમર્થન
Last Updated: 12:08 AM, 6 August 2025
રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ વધારવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો રશિયાએ વિરોધ કર્યો છે. અમેરિકા દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી ધમકીને લઇને રશિયાની સરકારમાં પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયા સાથે વેપાર કરનારા દેશોને આવી ધમકીઓ ગેરકાયદેસર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોઇપણ દેશને તેના વેપાર ભાગીદાર પસંદ કરવા માટે દબાણ કરી શકાતું નથી.
ADVERTISEMENT
'રશિયાના વેપાર ભાગીદાર પર દબાણ ન કરો, અમે તેને ખતરો ગણીશું'
પ્રવક્તાએ કહ્યું, "દેશોને તેમના વેપાર ભાગીદારો પસંદ કરવાનો અધિકાર છે અને આવી ધમકીઓ આપી શકાતી નથી. કોઈપણ દેશને રશિયા સાથે વેપાર બંધ કરવા દબાણ કરવું ગેરકાયદેસર છે. રશિયાના વેપાર ભાગીદારો સામે આવા દબાણને ધમકીઓ તરીકે અર્થઘટન કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે અમારું માનવું છે કે સાર્વભૌમ દેશોને તેમના વેપાર ભાગીદારો, વેપાર અને આર્થિક સહયોગ માટે ભાગીદારો પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ.
ADVERTISEMENT
ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી
મહત્વનું છે કે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતમાંથી થતી નિકાસ પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે, અને ભારત રશિયા પાસેથી ઓઇલ અને અન્ય ઉત્પાદનો ખરીદવાનું બંધ નહીં કરે તો 24 કલાકમાં હજુ ટેરિફ વધારવાની ધમકી આપેલી છે.. ટ્રમ્પે કહ્યું, "ભારત માત્ર મોટા પ્રમાણમાં રશિયન તેલ ખરીદી જ રહ્યું નથી તે સાથે-સાથે ખુલ્લા બજારમાં ખરીદેલા તેલનો મોટો ભાગ પણ મોટા નફામાં વેચી રહ્યું છે. તેમને કોઈ પરવા નથી કે રશિયા દ્વારા યુક્રેનમાં કેટલા લોકો માર્યા જઈ રહ્યા છે. એટલા માટે હું ભારત દ્વારા અમેરિકાને ચૂકવવામાં આવતા ટેરિફમાં નોંધપાત્ર વધારો કરવા જઈ રહ્યો છું."
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દારૂગોળો નહીં હવે ટેકનોલોજીથી દુશ્મનો પર હુમલો, CDS અનિલ ચૌહાણે સેનાનો 'ગુરુમંત્ર'
'ભારતને નિશાન બનાવવું ખોટું છે'
ADVERTISEMENT
ટ્રમ્પની ચેતવણીનો ભારતે તીખો જવાબ આપ્યો. વિદેશ મંત્રાલયે કહ્યું, "ભારતને નિશાન બનાવવું સંપૂર્ણપણે અન્યાયી છે અને બેવડા ધોરણોનું ઉદાહરણ છે. ભારત એક મોટી અર્થવ્યવસ્થા છે અને તે પોતાના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.