ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઈ-મુદ્રાનાં 8 સર્ટિફિકેટ સાથે ચેડાં, નબળી ખાનગી કીથી સાયબર હુમલા અને છેતરપિંડીનો ખતરો વધ્યો!

ગુજરાત / ઈ-મુદ્રાનાં 8 સર્ટિફિકેટ સાથે ચેડાં, નબળી ખાનગી કીથી સાયબર હુમલા અને છેતરપિંડીનો ખતરો વધ્યો!

Published By: Nidhi Panchal

Last Updated: 02:17 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની ડિજિટલ સર્ટિફિકેટ સેવા આપતી કંપની ઈ-મુદ્રાનાં 8 ઇન્ટરમિડિયેટ સર્ટિફિકેટની સુરક્ષામાં ખામી સામે આવતાં સાયબર સુરક્ષા અંગે ચિંતા વધી છે. CERT-Inએ ચેતવણી આપતાં ગૂગલ, મોઝિલા અને માઇક્રોસોફ્ટે પણ અસરગ્રસ્ત સર્ટિફિકેટ સામે પગલાં ભર્યાં હોવાના અહેવાલ છે.

ADVERTISEMENT

ડિજિટલ દુનિયામાં જે સર્ટિફિકેટ વેબસાઇટને વિશ્વસનીય સાબિત કરે છે, એ જ સર્ટિફિકેટ સાથે ચેડાં થાય તો? ભારતની ડિજિટલ સર્ટિફિકેટ સેવા આપતી કંપની ઈ-મુદ્રા સાથે જોડાયેલી સુરક્ષા ખામીનાં કારણે સવાલો ઊભા થાય છે. કંપનીનાં આઠ ઇન્ટરમિડિયેટ ડિજિટલ સર્ટિફિકેટ સાથે ચેડાં થયાનું સામે આવ્યા બાદ સાયબર સુરક્ષા એજન્સી સીઇઆરટી-ઇને ચેતવણી આપી છે. આ ઘટનાએ ડિજિટલ વ્યવહારો, વેબસાઇટની વિશ્વસનીયતા અને સાયબર સુરક્ષાની વ્યવસ્થા અંગે ગંભીર ચર્ચા જગાવી છે.

Digital-2

શું છે આખો મામલો?

ઈ-મુદ્રા ભારતમાં ડિજિટલ સર્ટિફિકેટ આપતી પ્રમાણિત સંસ્થા છે. તેના સર્ટિફિકેટનો ઉપયોગ વેબસાઇટની ઓળખ ચકાસવા, સુરક્ષિત સંચાર, ડિજિટલ હસ્તાક્ષર અને વિવિધ ઓનલાઇન સેવાઓમાં થાય છે. સામાન્ય રીતે બ્રાઉઝર સર્ટિફિકેટના આધારે નક્કી કરે છે કે વેબસાઇટ વિશ્વસનીય છે કે નહીં, પરંતુ ઈ-મુદ્રાનાં આઠ ઇન્ટરમિડિયેટ સર્ટિફિકેટ સાથે જોડાયેલી ખાનગી કી નબળી સુરક્ષાને કારણે જોખમમાં આવી હતી. આ કીનો ઉપયોગ કરીને હુમલાખોરો વિશ્વસનીય દેખાતાં નકલી સર્ટિફિકેટ બનાવે તો તેનો દુરુપયોગ થઈ શકે છે. પરિણામે નકલી વેબસાઇટને અસલી તરીકે રજૂ કરવી, યુઝર્સને ફિશિંગની જાળમાં ફસાવવા અથવા ડિજિટલ સંચારમાં ગેરરીતિ કરવાનો ભય ઊભો થાય છે.

નબળી કીથી કેવી રીતે થઈ શકે છેતરપિંડી?

ડિજિટલ સર્ટિફિકેટની વ્યવસ્થામાં ‘રૂટ સર્ટિફિકેટ’ સૌથી ઉપર હોય છે. તેની નીચે ઇન્ટરમિડિયેટ સર્ટિફિકેટ અને ત્યાર બાદ વેબસાઇટ કે સંસ્થાને અપાતાં સર્ટિફિકેટ આવે છે. ઇન્ટરમિડિયેટ સર્ટિફિકેટની ખાનગી કી સુરક્ષિત ન રહે તો તેની મદદથી બનાવવામાં આવતાં સર્ટિફિકેટ પર પણ સવાલ ઊભા થઈ શકે છે.

સીઇઆરટી-ઇન સક્રિય, બ્રાઉઝર કંપનીઓએ પણ પગલાં ભર્યાં

સુરક્ષા ખામી સામે આવ્યા બાદ ભારતીય કમ્પ્યૂટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે વપરાશકર્તાઓને બ્રાઉઝર અને ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવા તથા અસરગ્રસ્ત સર્ટિફિકેટ અંગેની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. ગૂગલ, મોઝિલા અને માઇક્રોસોફ્ટે પણ અસરગ્રસ્ત સર્ટિફિકેટને વિશ્વસનીય યાદીમાંથી દૂર કરવા અથવા બ્લોક કરવા માટે પગલાં લીધાં હોવાના અહેવાલ છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે પણ ઘટનાની તપાસ માટે વિશેષ ટીમ રચી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વેબસાઇટ્સ અને એપ્લિકેશનો પર તેની અસર મર્યાદિત અને ટૂંકા સમયગાળા પૂરતી રહી હતી.

આ પણ વાંચો : GIDCમાં સાપ્તાહિક વીજકાપથી ઉત્પાદન ખોરવાયું, નુકસાન ટાળવા ઉદ્યોગોએ કામના સમયમાં કર્યો ફેરફાર!

કંપનીએ શું કહ્યું?

ઈ-મુદ્રાએ આ ઘટનાને એપ્રિલ ૨૦૨૫માં કી બનાવવાની પ્રક્રિયામાં સર્જાયેલી ખામી સાથે સાંકળી હતી. કંપનીના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત સર્ટિફિકેટ રદ કરીને જરૂરી સર્ટિફિકેટ ફરીથી જારી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે તેની વૈશ્વિક ટીએલએસ વ્યવસાયની આવકમાં આ ક્ષેત્રનો હિસ્સો આશરે એક ટકા છે અને ભારતીય ડિજિટલ હસ્તાક્ષર સર્ટિફિકેટનો વ્યવસાય અસરગ્રસ્ત નથી. જોકે આ ઘટનાએ સર્ટિફિકેટ બનાવવાની પ્રક્રિયા, ખાનગી કીની સુરક્ષા અને સ્વતંત્ર સુરક્ષા તપાસની અસરકારકતા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. અહેવાલમાં નિષ્ણાતોએ સુરક્ષા વ્યવસ્થાની સંયુક્ત સમીક્ષા અને દેખરેખ વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

eMudhra Security Breach CERT-In Alert Digital Certificate Security

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ