ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / જોઇ લો સનાતનનો પ્રેમ! સીમા હૈદરના પાંચમા-છઠ્ઠાં પુત્રના નામ બન્યા ચર્ચાનો વિષય

નેશનલ / જોઇ લો સનાતનનો પ્રેમ! સીમા હૈદરના પાંચમા-છઠ્ઠાં પુત્રના નામ બન્યા ચર્ચાનો વિષય

Published By: Priyankka Triveddi

Last Updated: 02:01 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે વધુ બે બાળકોને જન્મ આપ્યો છે. અને આ બંને બાળકોના નામ પણ ખાસ રાખવામાં આવ્યા છે. આ બંને બાળકોના નામને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે સીમા હૈદરના વકીલે આ બંને બાળકોને લઈને એવું કહ્યું કે..,

ADVERTISEMENT

Seema Haider: PUBG ગેમના પ્રેમ પ્રકરણમાં આશરે ત્રણ વર્ષ પહેલાં પાકિસ્તાનથી નેપાળ મારફતે ભારત આવી પહોંચેલી સીમા હૈદર હાલમાં પોતાના ભારતીય પરિવાર સાથે રહી રહી છે. તે પોતાના ચાર બાળકો સાથે ભારત આવી હતી અને હવે સચિન મીણા સાથે તેણે વધુ 2 બાળકોને જન્મ આપ્યો છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એડવોકેટ એ.પી. સિંહ સીમાના પાંચમા અને છઠ્ઠા બાળકોને ખોળમાં લઈને તેમનો પરિચય કરાવે છે. વીડિયોમાં તેઓ બાળકોને “મામા” કહીને સંબોધબન કરતાં શીખવતા નજર પડે છે તો આ બંને બાળકોના નામે પણ નવી ચર્ચા જગાવી છે.

ભારત અને ભારતી - સીમાના બાળકોના નામ

આ વીડિયોમાં એ.પી. સિંહ સીમાના પરિવાર વિશે પરિચય આપતા કહે છે કે એક તરફ ભારતી મીણા, બીજી તરફ ભરત મીણા અને તેમની માતા સીમા મીણા છે. જે રાબુપુરા વિસ્તારમાં રહે છે. તેઓએ જણાવ્યું કે આ બંને બાળકો ભારતીય છે અને સનાતન ધર્મ સાથે જોડાયેલા મીણા સમાજની પરંપરાને આગળ વધારશે. ત્યારબાદ તેમણે સચિન મીણાને પણ બોલાવીને આ પરિવાર પૂરો થયો હોવાનું જણાવ્યું હતું. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

સીમા હૈદરના પરિવારનો વધારો

સીમા હૈદરે 17 ફેબ્રુઆરીએ ગ્રેટર નોઈડાની ખાનગી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જેને પરિવાર દ્વારા આનંદ સાથે ઉજવવામાં આવ્યો હતો. રાબુપુરામાં સચિન મીણાના પરિવારજનો દ્વારા મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. નામકરણ સમારોહ દરમિયાન બાળકનું નામ ‘ભરત’ રાખવામાં આવ્યું. જ્યારે ગયા વર્ષે જન્મેલી પુત્રીનું નામ ‘ભારતી’ રાખવામાં આવ્યું હતું. ખાસ ઉલ્લેખનીય છે કે આ બે બાળકો તેના બીજા પતિ સચિન દ્વારા થયેલા છે સીમાને આ બે બાળકો ઉપરાંત પહેલા પતિ ગુલામ હૈદરથી ચાર બાળકો છે. પુત્ર ફરહાન અલી અને ત્રણ પુત્રીઓ ફરવા, ફરિહા અને ફરહા. આ રીતે હવે સીમા કુલ છ બાળકોની માતા બની ગઈ છે.

આ પણ વાંચો: ભારતમાં હવે નહીં સર્જાય LPGની અછત, સરકારે લીધો મોટો નિર્ણય

PUBGથી શરૂ થઈ સીમા-સચિનની લવ સ્ટોરી

સીમા હૈદર અને સચિન મીનાની પ્રેમકથા PUBG ગેમ મારફતે શરૂ થઈ હતી. જ્યાં બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બંનેએ દાવો કર્યો હતો કે તેમણે નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ સીમા 13 મે 2023ના રોજ નેપાળ મારફતે ભારતમાં પ્રવેશી હતી. પરંતુ 4 જુલાઈ 2023ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, થોડા દિવસોમાં જ 7 જુલાઈ 2023ના રોજ તેને જામીન મળી ગયા હતા. ત્યારથી સીમા ભારતમાં જ રહે છે. પરંતુ તેને હજુ સુધી ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Seema Haider news

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ