ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભારતમાં હવે નહીં સર્જાય LPGની અછત, સરકારે લીધો મોટો નિર્ણય

નેશનલ / ભારતમાં હવે નહીં સર્જાય LPGની અછત, સરકારે લીધો મોટો નિર્ણય

Published By: Jinal Chauhan

Last Updated: 01:19 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોર્મુઝ સ્ટેટ બંધ થતા પહેલા જ દુનિયા તેલ અને ગેસ સંકટ સામે ઝઝૂમી રહી છે અને રવિવારે ઈરાન પર ટ્રમ્પની ધમકીએ ચિંતા વધારી દીધી છે. ભારતમાં એલપીજીની અછત ન સર્જાય તેના માટે સરકારે FTL Cylindersની સપ્લાઈ વધારી દીધી છે.

ADVERTISEMENT

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો 5મું અઠવાડિયું ચાલી રહ્યું છે અને હજુ સુધી શાંતિનો સંકેત નથી દેખાતો. રવિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નવી ધમકી આપી જેના કારણે તણાવ વધુ વધી ગયો છે. હોર્મુઝમાં પણ રાહતની શક્યતા ઘટી ગઈ છે જેના કારણે દુનિયાભરમાં તેલ-ગેસનું સંકટ વધી ગયું છે. ભારતમાં પણ એલપીજીની અછત જોવા મળી પરંતુ નરેન્દ્ર મોદી સરકારએ એલપીજી ઉત્પાદન વધારવા આયાતના અલગ રસ્તા શોધવા અને અન્ય પગલાં લઈને પરિસ્થિતિને કાબૂમાં રાખી.

LPG ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો લાગી રહી છે ત્યારે સરકારે સ્પષ્ટતા કરી છે કે ભારતમાં પૂરતો સ્ટોક છે અને ગભરાવાની જરૂર નથી. હવે LPG કટોકટીને સંબોધતા, સરકારે માંગને પહોંચી વળવા માટે 5 કિલોગ્રામના LPG સિલિન્ડરની સપ્લાઈ વધારી દીધી છે.

lpg-simple

6.6 લાખ સિલિન્ડર વેચાયા

આ નાના 5 કિલોગ્રામના LPG સિલિન્ડરો LPG ડીલર્સના કાઉન્ટર પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને તેનું વેચાણ સતત વધી રહ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે 23 માર્ચથી દેશમાં આશરે 6.6 લાખ સિલિન્ડર વેચાયા છે. સરકારી સબસિડીવાળા 14.2 કિલોગ્રામના ઘરગથ્થુ સિલિન્ડરોની જગ્યાએ આ 5 કિલોગ્રામના નાના એલપીજી સિલિન્ડરને FTL Cylinder કહેવામાં આવે છે. આ સિલિન્ડર બજાર ભાવ પર ઉપલબ્ધ છે અને નજીકના કોઇપણ ગેસ ડીલર પાસેથી મળી જાય છે.

માત્ર ID પ્રુફ જરૂરી

આ 5 કિલોગ્રામના નાના સિલિન્ડર લેવા માટે કોઈ એડ્રેસ પ્રૂફ બતાવવા ની જરૂર નથી. આના માટે માન્ય ઓળખપત્ર (Identity Proof) હોવું જોઈએ. ઓળખ બતાવ્યા પછી તમને આ સિલિન્ડર મળી જશે. સરકારએ એલપીજીની માંગ પૂરી કરવા માટે આ સિલિન્ડરોની સપ્લાઈ વધારી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ સ્ટમ અધિકારીની ખોટી ઓળખ આપી વેપારીના 25 કરોડના સોનાની લૂંટ

જમાખોરી સામે સરકારની કાર્યવાહી

ગયા શનિવારે સરકારની તરફથી જાહેરાત કરી ગભરાઈને પેટ્રોલ, ડિઝલ અને એલપીજીની વધારે ખરીદી ન કરશો. પેટ્રોલિયમ મંત્રાલય આના માટે કામ કરી રહ્યું છે. તે ઉપરાંત તેલ-એલપીજીની જમાખોરી અને કાળા બજાર સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. અત્યાર સુધી 3,700થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે અને એલપીજી વિતરણકર્તાઓને આશરે 1,000 ‘કારણ બતાવો’ નોટિસો આપવામાં આવી છે. ઉપરાંત 36 ડીલરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FTL cylinder supply LPG shortage India gas crisis solution

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ