બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:04 PM, 5 October 2025
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા બાદ ચૂંટણી પંચે રવિવારે પટનામાં એક પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)એ મીડિયાને સંબોધતા જણાવ્યું કે બિહારમાં નિર્વાચન પ્રક્રિયા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યમાં સફળતાપૂર્વક સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ માટે તેમણે બૂથ લેવલ ઓફિસર્સ (BLO)નો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે બિહારની વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર, 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
ADVERTISEMENT

ચૂંટણી પંચની નવી પહેલો
ADVERTISEMENT
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે બિહારમાં શરૂ કરવામાં આવેલી નવી પહેલો હવે સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવશે. બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠકો છે, અને આ ચૂંટણીમાં નવી ટેકનોલોજી અને પારદર્શકતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ચૂંટણી પંચની ટીમ છેલ્લા બે દિવસથી બિહારમાં હાજર છે અને આ દરમિયાન રાજકીય પક્ષો, વહીવટી અધિકારીઓ, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, એન્ફોર્સમેન્ટ એજન્સીઓ, મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), સ્પેશિયલ પોલીસ નોડલ ઓફિસર (SPNO) અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CAPF)ના નોડલ અધિકારીઓ સાથે બેઠકો યોજી છે.

ADVERTISEMENT
બૂથ પર 1200થી વધુ મતદારો નહીં
CECએ જણાવ્યું કે બિહાર સહિત દેશભરના કોઈપણ મતદાન મથક પર 1200થી વધુ મતદારો નહીં હોય. આ ઉપરાંત, બીએલઓ માટે ઓળખપત્ર (આઈડી કાર્ડ) શરૂ કરવામાં આવ્યું છે જેથી મતદારો તેમને સરળતાથી ઓળખી શકે. મતદાન મથકની બહાર મોબાઈલ જમા કરાવીને મતદાન કરવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જે અગાઉ ઘરે કે અન્ય જગ્યાએ મોબાઈલ મૂકીને આવવું પડતું હતું.
ADVERTISEMENT
100% વેબકાસ્ટિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ
ચૂંટણી પંચે બિહારમાં 100% વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે, જેના હેઠળ દરેક મતદાન મથકનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. અગાઉ માત્ર 50% કે 60% મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થતું હતું. આ ઉપરાંત, EVM પરના બેલેટ પેપર હવે રંગીન ફોટો અને મોટા ફોન્ટ સાથેના સીરિયલ નંબર સાથે હશે, જેથી ઉમેદવારોની ઓળખમાં સરળતા રહે. બિહારમાં વન સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ પણ શરૂ કરવામાં આવશે, જે ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવશે.
ADVERTISEMENT

ચૂંટણી બાદ માહિતી પ્રદાન
ADVERTISEMENT
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે ચૂંટણી પૂર્ણ થયા બાદ પોસ્ટલ બેલેટની ગણતરી EVMના અંતિમ બે રાઉન્ડ પહેલાં કરવામાં આવશે. આ ઉપરાંત, ચૂંટણી બાદ કુલ મતદાન, મહિલા મતદારોની સંખ્યા અને મતદાનની ટકાવારી જેવી માહિતી પણ જાહેર કરવામાં આવશે. ડિજિટલ ઈન્ડેક્સ કાર્ડ ચૂંટણીના થોડા દિવસોમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વધુમાં વાંચો: હોમ લોનના હપ્તા ભરનારનું ગયું ટેન્શન, આ સિક્રેટ ટ્રીકથી આખી હોમ લોન થશે વ્યાજ વગરની, મળશે વધુ પૈસા
ઉમેદવારો માટે નવી સુવિધા
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે દરેક ઉમેદવાર મતદાન મથકથી 100 મીટરના અંતરે પોતાના એજન્ટ નિયુક્ત કરી શકશે. આ ઉપરાંત, ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં 17 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જે ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવશે. આ નવી પહેલો અને ટેકનોલોજીના ઉપયોગથી બિહારની વિધાનસભા ચૂંટણી નવો ઈતિહાસ રચવા માટે તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.