બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 197 રુપિયાના રિચાર્જ પ્લાનમાં 4 જીબી ડેટા, આ લોકપ્રિય પ્લાનમાં મોટો ફેરફાર, જાણો લાભ

તમારા કામનું / 197 રુપિયાના રિચાર્જ પ્લાનમાં 4 જીબી ડેટા, આ લોકપ્રિય પ્લાનમાં મોટો ફેરફાર, જાણો લાભ

Priykant Shrimali

Last Updated: 10:53 AM, 23 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Recharge Plan : જૂના પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળતા હતા જોકે હવે વપરાશકર્તા અનુભવને સુધારવા અને આવક વધારવાના ઉદ્દેશ્યથી કંપનીએ કર્યો મોટો ફેરફાર, જાણો અહીં

Recharge Plan : સરકારી ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) એ તેના લોકપ્રિય 197 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. વાસ્તવમાં આ અપડેટ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પણ જોઈ શકાય છે અને તે વપરાશકર્તા અનુભવને સુધારવા અને આવક વધારવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવ્યું છે.

શું હતો BSNLનો 197 રૂપિયાનો પ્લાન ?

BSNLનાં આ જૂના પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળતા હતા. જોકે આ મુખ્ય લાભો ફક્ત પહેલા 15 દિવસ સુધી મર્યાદિત હતા. પરંતુ સમગ્ર પ્લાનની માન્યતા 70 દિવસની હતી જેના કારણે તે એવા લોકો માટે ફાયદાકારક બન્યું જેઓ સેકન્ડરી સિમ અથવા ઓછા ઉપયોગવાળા નંબરને સક્રિય રાખવા માંગતા હતા.

હવે કેવો છે પ્લાન ?

BSNL એ આ પ્લાનનું સંપૂર્ણ માળખું બદલી નાખ્યું છે. હવે યુઝર્સને તેમાં, 4 GB ડેટા (કુલ), ૩૦૦ મિનિટનો વોઇસ કોલિંગ, 100 SMS (કુલ) અને 54 દિવસની માન્યતા છે. હવે જો આપણે સરળ ભાષામાં સમજીએ તો હવે તમને દૈનિક લાભોને બદલે એકમ રકમનો લાભ મળશે જે સંપૂર્ણ 54 દિવસ માટે માન્ય રહેશે. આનાથી એવા વપરાશકર્તાઓને ફાયદો થશે જેમનો ડેટા અને કોલિંગનો ઉપયોગ ખૂબ મર્યાદિત છે પરંતુ તેઓ ઇચ્છે છે કે તેમનું સિમ લાંબા સમય સુધી સક્રિય રહે.

આ પણ વાંચો : દુનિયાભરના લોકો ChatGPTના દિવાના, લોકો દરરોજ પૂછી રહ્યા છે 250 કરોડ સવાલ

હવે જાણીએ શું છે BSNLની વ્યૂહરચના ?

આ ફેરફાર BSNLની ARPU (સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા) સુધારવા અને વિવિધ વપરાશકર્તા વર્ગોને આકર્ષિત કરવાની મોટી વ્યૂહરચનાનો એક ભાગ છે ખાસ કરીને જ્યારે કંપની દેશભરમાં તેની 4G સેવાનો ઝડપથી વિસ્તાર કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mobile recharge BSNL plan recharge plan
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ