બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / 'i love you' ચાલુ મેચમાં ખુબસૂરત છોકરીએ શુભમન ગિલને એવું દેખાડ્યું કે બધા શરમાયાં, જુઓ કેપ્ટને શું કર્યું?
Last Updated: 11:17 AM, 12 October 2025
ટીમ ઈન્ડિયાના યુવા કેપ્ટન શુભમન ગિલ પર તો અનેક છોકરીઓ ફિદા છે અને વખતોવખત પ્રેમનું પ્રદર્શન કરતી હોય છે. આવા એક કિસ્સામાં દિલ્હીમાં રમાઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ વખતે એક ખૂબસુરત છોકરી શુભમન ગિલ પર ફિદા થઈ ગઈ અને તેણે આઈ લવ યુ વાળું પોસ્ટર હાથમાં રાખીને શુભમન ગિલને દેખાડી દીધું હતું.
ADVERTISEMENT
Cutie with i love board for shubman gill . pic.twitter.com/VcJn22rot8
— Hitman 45 (@Hitman450745) October 11, 2025
છોકરીના ફોટા થયા વાયરલ
ADVERTISEMENT
ગિલ પ્રત્યેનો પ્રેમ દર્શાવતું પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું છે. છોકરીએ તેના પ્લેકાર્ડ પર લખ્યું, "આઈ લવ યુ શુભન ગિલ." શુભમન ગિલે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. આ વર્ષે, તે ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ, ODI ટીમનો કેપ્ટન બન્યો. આવતા વર્ષ સુધીમાં, તે ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન બનશે.
ગિલે 10મી ટેસ્ટ સદી ફટકારી
ADVERTISEMENT
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચના બીજા દિવસે શુભમન ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીની 10મી સદી ફટકારી. શુભમન ગિલે યશસ્વી, નીતિશ અને જુરેલ સાથે મજબૂત ભાગીદારી કરી, જેના કારણે ભારતીય ટીમે પાંચ વિકેટે 518 રન પર પ્રથમ ઇનિંગ જાહેર કરી.
ADVERTISEMENT
કેવી રહી ભારતની ઈનિંગ
ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે શનિવારે પાંચ વિકેટે 518 રન પર પોતાનો પહેલો દાવ ડિકલેર કર્યો હતો. યશસ્વી જયસ્વાલ (258 બોલમાં 175) અને કેપ્ટન શુભમન ગિલ (196 બોલમાં અણનમ 129) એ સદી ફટકારી હતી, જ્યારે સાઈ સુદર્શન (78) એ અડધી સદી ફટકારી હતી. ધ્રુવ જુરેલ (79 બોલમાં 44) રોસ્ટન ચેઝની બોલિંગમાં આઉટ થતાં ગિલે ભારતનો પહેલો દાવ બંધ જાહેર કર્યો. ગિલ પાસે બેવડી સદી પૂર્ણ કરવા માટે પૂરતો સમય હતો, પરંતુ નબળા બોલિંગ આક્રમણ સામે મોટી ઇનિંગ્સનો કોઈ અર્થ નહોતો. બીજા સત્રના લગભગ એક કલાક પછી, ગિલને ડ્રેસિંગ રૂમમાંથી સંકેત મળ્યો કે મુલાકાતી ટીમને બેટિંગ માટે આમંત્રણ આપવાનો સમય આવી ગયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.