બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ મેચ રેફરી પાયક્રોફ્ટે માંગી PCBની માફી, જાણો વિવાદ

Asia Cup 2025 / હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ મેચ રેફરી પાયક્રોફ્ટે માંગી PCBની માફી, જાણો વિવાદ

Nirav Kumar

Last Updated: 03:04 PM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખરે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પાસે મેચ રેફરી પાયક્રોફ્ટે માફી માંગી છે, તેમ PCB દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ભારત-પાકિસ્તાન મેચ બાદ થયેલા વિવાદમાં પાયક્રોફ્ટે PCB ના ટીમ મેનેજર અને કેપ્ટન પાસે માફી માંગી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ UAE-પાકિસ્તાન મેચ શરૂ થાય તે પહેલાં મોટો દાવ કરીને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ પાસે માફી મંગાવી હતી. અગાઉ PCB એ પાયક્રોફ્ટ વિરુદ્ધ  ICCને ફરિયાદ કરી હતી. જેના કારણે મેચ પહેલા PCB અને ICC વચ્ચે બેઠક યોજાઈ હતી. ICCએ તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે, પાયક્રોફ્ટે મેચ પ્રોટોકોલનું ઉલ્લંઘન નથી કર્યું.  ICCએ એમ પણ જણાવ્યું હતું કે "ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન રેફરીએ કેપ્ટનોને જાણ કરી હતી કે, આયોજકો દ્વારા ટોસ દરમિયાન હાથ મિલાવવાથી બચવાનું કહેવાયું છે, જેથી બંને કેપ્ટનોને 'શર્મીદંગી'થી બચાવી શકાય."

હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તેના નિવેદનમાં જણાવ્યું છે કે "ICC મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજર અને કેપ્ટન સલમાન અલી આગા પાસે માફી માંગી છે." PCB એ વધુમાં જણાવ્યું કે, "એન્ડી પાયક્રોફ્ટે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બંને ટીમોના કેપ્ટનોને હાથ મિલાવવાથી રોક્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલે એન્ડી પાયક્રોફ્ટ સામે કડક કાર્યવાહી કરી."

આ અંગે PCB એ એમ પણ કહ્યું કે, "એન્ડી પાયક્રોફ્ટે 14 સપ્ટેમ્બરના રોજ થયેલી ઘટનાને ગેરસમજ ગણાવી હતી અને તેના માટે માફી પણ માંગી હતી. તો ICC એ આ મામલામાં મેચ દરમિયાન થયેલા આચારસંહિતાના ઉલ્લંઘનની તપાસ કરવાનું જણાવ્યું છે.

વધુ વાંચો : અમ્પાયર માંડ-માંડ બચ્યા! પાકિસ્તાની ફીલ્ડરે માર્યો એવો ઘાતક થ્રો કે....! જુઓ Video

આ મામલે  ICCએ PCB સમક્ષ પોતાનું વલણ પણ સ્પષ્ટ કર્યું હતું. ICC એ જણાવ્યું હતું કે, "PCB ને ફરિયાદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ અમારી તપાસ પહેલાથી જ પૂરી થઈ ગઈ છે. આ તપાસમાં એન્ડી પાયક્રોફ્ટને કોઈપણ ખોટા કામ માટે દોષિત ઠેરવવામાં આવ્યા નથી અને મેચ રેફરીને દરેક આરોપોમાંથી મુક્ત કરવામાં આવે છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Andy Pycroft Match Referee Pycroft Apologized
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ