બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / અમ્પાયર માંડ-માંડ બચ્યા! પાકિસ્તાની ફીલ્ડરે માર્યો એવો ઘાતક થ્રો કે....! જુઓ Video

સ્પોર્ટ્સ / અમ્પાયર માંડ-માંડ બચ્યા! પાકિસ્તાની ફીલ્ડરે માર્યો એવો ઘાતક થ્રો કે....! જુઓ Video

Priyankka Triveddi

Last Updated: 09:07 AM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

17 સપ્ટેમ્બર બુધવારના રોજ પાકિસ્તાન UAE ને હરાવીને સુપર 4 માં પહોંચી ગયું છે. પણ આ મેચ દરમિયાન ઑન ફિલ્ડ અમ્પાયર રુચિરા પલ્લીયાલગુરુગે સાથે એક અકસ્માત થયો હતો.

Asia Cup 2025: બુધવારે પાકિસ્તાન અને UAE વચ્ચે રમાયેલી એશિયા કપ 2025 મેચ દરમિયાન ઓન-ફિલ્ડ અમ્પાયર રુચિરા પલ્લીયાલગુરુગે સાથે એક મોટો અકસ્માત થયો. અમ્પાયર રુચિરા પલ્લીયાલગુરુગે લગભગ મોતથી બચી ગયા. બન્યું એવું કે મેચ દરમિયાન એક પાકિસ્તાની ફિલ્ડરે અમ્પાયર રુચિરા પલ્લીયાલગુરુગેના કાન પર ઘાતક થ્રો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનને ભારત સામે મળેલી કારમી હાર પછી બુધવારે રમાયેલી એશિયા કપ 2025 ની ગ્રુપ-A મેચમાં પાકિસ્તાનની ટીમે UAE ને 41 રનથી હરાવીને સુપર-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

બાલ બાલ બચે જેવી પરિસ્થિતિ થઈ એમ્પાયરની

આ ઘટના UAEના દાવની છઠ્ઠી ઓવરમાં બની હતી. જ્યારે પાકિસ્તાની ફિલ્ડરનો ઘાતક થ્રો અમ્પાયર રુચિરા પલ્લીયાલગુરુગેના કાન પર વાગ્યો હતો. પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ હારિસે તેના બોલિંગ પાર્ટનર સૈમ અયુબ પર એક ફાસ્ટ થ્રો કર્યો હતો જે ભૂલથી અમ્પાયર રુચિરા પલ્લીયાલગુરુગેના માથાના પાછળના ભાગમાં અને કાન પર વાગ્યો હતો. ત્યારબાદ મેડિકલ ટીમને મેદાન પર બોલાવવામાં આવી હતી અને અમ્પાયર રુચિરા પલ્લીયાલગુરુગેને તપાસ બાદ મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. અમ્પાયર રુચિરા પલ્લીયાલગુરુગેની ઈજા થોડી ગંભીર લાગી રહી હતી.

પાકિસ્તાની ફિલ્ડરે તેના કાન પર થ્રો કર્યો

થ્રો પછી અમ્પાયર રુચિરા પલ્લીઆગુરુગે તેમના ડાબા કાનની આસપાસના ભાગને પકડી રાખતી જોવા મળી હતી. અમ્પાયર રુચિરા પલ્લીઆગુરુગેનો કન્કશન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અંતે, અમ્પાયરને મેદાનની બહાર લઈ જવામાં આવ્યા હતા. બાકીની મેચ માટે બાંગ્લાદેશના રિઝર્વ અમ્પાયર ગાઝી સોહેલે તેમની જગ્યાએ પસંદગી કરી હતી. પાકિસ્તાને સંયુક્ત આરબ અમીરાત (UAE) ને 41 રનથી હરાવીને સુપર 4 તબક્કામાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. એશિયા કપ 2025 ની સુપર 4 મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવાર 21 સપ્ટેમ્બરના રોજ રમાશે.

વધુ વાંચો: અંતે UAEને હરાવી પાકિસ્તાનની સુપર 4માં એન્ટ્રી, હવે આ તારીખે ભારત સામે ટક્કર

Vtv App Promotion 2

પાકિસ્તાને સુપર-4માં સ્થાન મેળવ્યું

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એશિયા કપ 2025 ના પોતાના અંતિમ મેચમાં પાકિસ્તાને UAE સામે જીત માટે 147 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ફખર ઝમાન સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. ફખરે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ શાહીન આફ્રિદીએ 14 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારીને અણનમ 29 રન બનાવ્યા હતા. મોહમ્મદ હારિસે 18 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સને કારણે પાકિસ્તાને 9 વિકેટે 146 રન બનાવ્યા હતા. UAE માટે જુનૈદ સિદ્દીકીએ 4 ઓવરમાં 18 રન આપીને 4 વિકેટ લીધી હતી, જ્યારે સિમરનજીત સિંહે 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. ધ્રુવ પરાશરે 1 વિકેટ લીધી હતી. જવાબમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) 17.4 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને મેચ 41 રનથી જીતી લીધી હતી અને સુપર 4 તબક્કા માટે ક્વોલિફાય કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan vs UAE Asia Cup 2025 Umpire Ruchira Palliyaguruge
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ