બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / અંતે UAEને હરાવી પાકિસ્તાનની સુપર 4માં એન્ટ્રી, હવે આ તારીખે ભારત સામે ટક્કર
Last Updated: 08:03 AM, 18 September 2025
હાલમાં યુએઈમાં એશિયા કપ 2025 રમાઈ રહ્યો છે. બુધવારે એશિયા કપની 10મી મેચ પાકિસ્તાન અને યુએઈ વચ્ચે રમાયેલી મેચ પાકિસ્તાન 41 રનથી જીતી ગયું. આ જીત સાથે જ પાકિસ્તાને સુપર-4 માટે ક્વોલિફાય કરી લીધું છે. જયારે મેજબાન યુએઈ હવે એશિયા કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ગ્રુપ Aમાંથી ભારત અને પાકિસ્તાન ક્વોલિફાય થઈ ગયું છે. આની સાથે જ ભારત અને પાકિસ્તાન ફરી એક વાર આમને-સામને આવશે. બંને ટીમો વચ્ચે અગામી મેચ 21 સપ્ટેમ્બરે એટલે કે રવિવારે દુબઈમાં રમાશે.
ADVERTISEMENT

ભારત-પાકિસ્તાન વચ્ચે વધુ એક મેચ
ADVERTISEMENT
આ વખતે એશિયા કપમાં 8 ટીમો ભાગ લઈ રહી છે, જેને બે જુદા-જુદા ગ્રુપમાં વહેંચી દેવામાં આવી હતી. બંને ગ્રુપથી કુલ 4 ટીમો સુપર-4માં જવાની છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાનની ટીમો હતી. ભારતે પોતાની પહેલી બંને મેચો જીતીને પહેલા જ સુપર-4 માટે ક્વોલિફાય કરી લીધું હતી. ઓમાન પહેલા જ બહાર થઈ ચુક્યું છે. પાકિસ્તાન અને યુએઈ વચ્ચે સુપર-4માં જવા માટે ટક્કર થઈ હતી, જેમાં પાકિસ્તાને બાજી મારી લીધી અને હવે ભારત સાથે તેની મેચ થશે.

ADVERTISEMENT
ભારતે 7 વિકેટથી પાકિસ્તાનને હરાવ્યું હતું
અ ટુર્નામેન્ટમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચ રમાઈ હતી. આ મેચ ટીમ ઇન્ડિયા 7 વિકેટથી જીતી ગઈ. પરંતુ આ મેચ એ સમયે ઘણા વિવાદોમાં આવી ગઈ હતી, જયારે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યો. પાકિસ્તાને આ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. પીસીબીએ આઈસીસીને આ મેચના રેફરી એડી પાયક્રોફટને ટુર્નામેન્ટથી હટાવવાની માંગ કરી હતી. જો કે આઈસીસીએ આવું કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી પાકિસ્તાની ટીમે યુએઈ સામેની મેચ પહેલા જોરદાર ડ્રામા કર્યો અને મેચ ન રમવાની ધમકી આપી. જો કે એક જ કલાક મોડું કરીને ટીમ સ્ટેડિયમ પહોંચી અને મેચ રમાઈ.
ADVERTISEMENT
આ પણ વાંચો: એશિયા કપ 2025: પાકિસ્તાન UAEને હરાવી સુપર-4માં પહોંચ્યું, ભારત સામે હાઈવોલ્ટેજ મુકાબલો
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની સફર
ADVERTISEMENT
આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ યુએઈ સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. સૂર્યા બ્રિગેડે આ મેચ મોટા અંતરથી જીતી હતી. બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા શુક્રવારે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ઓમાન સામે રમશે.
પાકિસ્તાને ઓમાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી, પહેલી મેચ જીતી હતી. બીજી મેચ પાકિસ્તાન હારી ગયું, ત્રીજી મેચમાં પાકિસ્તાને યુએઈ સામે રમીને જીત મેળવી હતી. દરમિયાન, યુએઈને આ ટુર્નામેન્ટમાં બે હાર અને એક જીત મળી છે, જ્યારે ઓમાન અત્યાર સુધી રમાયેલી બંને મેચ હારી ગયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.