ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપ 2025: પાકિસ્તાન UAEને હરાવી સુપર-4માં પહોંચ્યું, ભારત સામે હાઈવોલ્ટેજ મુકાબલો

સ્પોર્ટ્સ / એશિયા કપ 2025: પાકિસ્તાન UAEને હરાવી સુપર-4માં પહોંચ્યું, ભારત સામે હાઈવોલ્ટેજ મુકાબલો

Last Updated: 01:51 AM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં આજે પાકિસ્તાન યૂએઈને 41 રને હરાવીને સુપર-4માં પહોંચી ગયું છે. ત્યારે હવે 21 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો યોજાશે.

ADVERTISEMENT

દુબઈમાં રમાયેલા એશિયા કપના 10મા મુકાબલામાં પાકિસ્તાને યૂએઈને 41 રને હરાવીને સુપર-4માં સ્થાન મેળવી લીધું છે. આ જીત સાથે જ 21 સપ્ટેમ્બરે થનારા ભારત–પાકિસ્તાનના હાઈવોલ્ટેજ મુકાબલાની પણ ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. ટોસ જીતીને યૂએઈએ પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પાકિસ્તાનની શરૂઆત નિરાશાજનક રહી, પ્રથમ ઓવરમાં જ સેમ અયૂબ ખાલી હાથ પરત ફર્યા. ત્યારબાદ ફરહાન પણ સસ્તામાં આઉટ થયો. પરંતુ ફખર જમાનની ફિફ્ટી અને અંતિમ ઓવરોમાં શાહીન શાહ આફ્રીદીના તોફાની 14 બોલમાં 29 રને ટીમને 20 ઓવરમાં 146 રન સુધી પહોંચાડ્યું હતું.

pakistan-team

જવાબમાં યૂએઈની શરૂઆત સારી રહી. વસીમ અને શરાફુએ થોડા સારા શોટ્સ રમ્યા પણ ઝડપથી વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન વસીમ અને જોહેબ પણ ખાસ કમાલ કરી શક્યા નહીં. પછી રાહુલ ચોપરાએ 35 રન બનાવીને સંઘર્ષ કર્યો, પરંતુ તેમનું સાથ આપનાર ધ્રુવ પણ લાંબો સમય ટકી શક્યા નહીં. પરિણામે યૂએઈની આખી ટીમ 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને તેમની એશિયા કપની સફર અહીં પૂરી થઈ.

વધુ વાંચો: પહેલા ખેલાડીઓને હોટલમાં રોક્યા, પછી બે શરત રાખી, પાક ટીમની નૌટંકી પછી મેચ શરૂ

એક કલાક મોડી શરૂ થયેલા આ મેચમાં પાકિસ્તાને અંતે જીત હાંસલ કરી અને હવે ભારત સાથેનો હાઈવોલ્ટેજ મુકાબલો નક્કી કર્યો છે. આ ગ્રૂપમાંથી ભારત અને પાકિસ્તાન સુપર-4માં પહોંચ્યા છે, જ્યારે યૂએઈ અને ઓમાન બહાર થઈ ગયા છે. હવે તમામ ચાહકોની નજર 21 સપ્ટેમ્બરના ભારત–પાકિસ્તાન મુકાબલા પર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Pakistan Match Asia Cup 2025 Pakistan UAE Match
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ