બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / malaika arora video viral on instagram shweta bachchan nanda comment on it
ADVERTISEMENT
બોલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા પોતાની ફિટનેસ વીડિયોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં એના જિમના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે. મલાઇકા અરોરા 46 વર્ષે પણ પોતાને જે રીતે ફીટ રાખવા માટે જોરદાર મહેનત કરે છે એ ખરેખર વખાણવા લાયક છે. મલાઇકા અરોરાનો બીજો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
મલાઇકા અરોરાએ આ વીડિયોને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. એના દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે એ ઝૂલા પર ઊભી છે અને એ ગોળ ગોળ ચક્કર મારી રહી છે. આ વીડિયોને જોયા બાદ કોઇને પણ ચક્કર આવી જશે. કારણ કે આ વીડિયોને શૂટ પણ એવી રીતે કરવામાં આવ્યો છે. મલાઇકા અરોરના આ વીડિયો પર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાએ પણ પોતાનું રિએક્શન આપ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે મલાઇકા અરોરા પોતાના ફોટો અને વીડિયોને લઇને મોટાભાગે ચર્ચામાં રહે છે. આ ઉપરાંત એ અર્જુન કપૂર સાથે પોતાના રિલેશનશિપને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. જો કે બંનેએ પોતાના રિલેશનશિપને સાર્વજનિક તરીકે સ્વિકાર કરી લીધો છે. એટલે સુધી કે મલાઇકા અરોરાએ અર્જુન કપૂરના જન્મદિવસ પર એના માટે ફોટો શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. પરંતુ બંનેએ પોતાના લગ્નને લઇને કોઇ વાત કહી નથી. મલાઇકા અરોરાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે જો એ અને અર્જુન કપૂર લગ્ન કરે છે તો એ આ માટે લોકોને કહેશા જરા પણ અચકાશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.