બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / malaika arora revealed shocking thing says film industry put me in dark skin category

VIRAL / મલાઇકાનો 21 વર્ષ બાદ મોટો ખુલાસો, કહ્યું- 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાર્ક સ્કીનને લઇને થતો હતો...'

Published By: Krupa

Last Updated: 12:24 PM, 7 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિનેમાજગતમાં મલાઇકા અરોરાને 21 વર્ષ થઇ ગયા છે. આટલા લાંબા સમયમાં મલાઇકાએ ખુદની એક ડાન્સર તરીકે ઓળખ ઊભી કરી. ફિલ્મ 'દિલ'થી 'છૈયાં છૈયાં' ગીતથી મલાઇકાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તાજેતરમાં મલાઇકાએ પોતાની પર્સનલ લાઇફને લઇને મોટો ખુલાસો કર્યો છે.

  • મલાઇકાએ આ ખુલાસો નેહા ધૂપિયાના શો 'નો ફિલ્ટર વિધ નેહા'માં કર્યો
  • ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાર્ક સ્કીનને લઇને કરવામાં આવતો હતો પક્ષપાત 

મલાઇકાએ નેહા ધૂપિયાના ચેટ શો માં કહ્યું- 'શરૂઆતમાં મને ડાર્ક સ્કીન કેટેગરીમાં રાખવામાં આવતી હતી. એ વખતે પક્ષપાત વલણ અપનાવવામાં આવતું હતું. લોકો ડાર્ક સ્કીન અને ફેર સ્કીનને લઇને ભેદભાવ કરતા હતા.' આ ચેટ શો દરમિયાન મલાઇકાએ ઘણા બીજા ખુલાસા પણ કર્યા. મલાઇકાએ કહ્યું કે 'પ્રેગનેન્સી વખતે પણ એને કામ કરવાનું છોડ્યું નહતું અને ડિલીવરીના 40 દિવસ બાદ જ કામ પર જવાનું શરૂ કરી દીધું હતું.'

આ માટે મલાઇકા આગળ જણાવે છે, 'મે પ્રેગનેન્સી પહેલા પણ કામ કર્યું. એ દરમિયાન પણ કામ કર્યું અને મે મારા બાળક માટે 40 દિવસની રજા મૂકી હતી, ત્યારે 40 દિવસ બાદ જ મે ઇન્ડસ્ટ્રીમાં શૂટિંગ શરી કરી દીધું હતું.'

મલાઇકા અરોરાએ પોતાના કરિયરની શરૂઆત એક વીડિયો જૉકી તરીકે કરી હતી. ત્યારબાદ એ ઘણી ડાન્સ વીડિયોઝ અને ફિલ્મોમાં નજરે આવી. એને પોતાના લગ્નને લઇને કહ્યું- મારા લગ્ન બીચ પર થશે અને સમગ્ર રીતે સફેદ જોઇએ. એલી સાબ ગાઉન પહેરીશ. બ્રાઇડસમેટ્સ મારી ગર્લગેંગ હશે. મને બ્રાઇડ્સમેટ્સનો કૉન્સેપ્ટ વધારે પસંદ છે. 

નેહા સાથે વાત કરતા મલાઇકાએ અર્જુન સાથે જોડાયેલી વાત પણ જણાવી. મલાઇકાએ કહ્યું- 'અર્જુનને લાગે છે કે હું સારા ફોટા પાડતી નથી, અને એ મારા સારા ફોટોઝ પાડે છે.' તમને જણાવી દઇએ કે મલાઇકાએ અર્જુન સાથે પોતાના સંબંધને સોશ્યલ મીડિયા પર સ્વિકાર કર્યો હતો. મલાઇકાએ અર્જુનની સાથે રોમેન્ટિક પોઝ આપતા કેપ્શન લખ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Arjun Kapoor Bollywood Malaika Arora અર્જુન કપૂર મલાઇકા અરોરા Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ