ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 ઓક્ટોબરથી બદલાઈ ગયા આ મોટા નિયમો: ATM, LPG અને બેંકિંગમાં થયા મહત્વના ફેરફારો

કામની વાત / 1 ઓક્ટોબરથી બદલાઈ ગયા આ મોટા નિયમો: ATM, LPG અને બેંકિંગમાં થયા મહત્વના ફેરફારો

Published By: Nirav Kumar

Last Updated: 09:22 AM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓક્ટોબર મહિનાથી બેંકિંગ, LPG સબ્સિડી, ATM લીમીટ અને ટેક્સ સંબંધિત આઠથી દસ મોટા નિયમો અમલમાં આવ્યા છે. આ નવા બદલાવ અંગે માહિતી હોવી જરૂરી છે જેથી તમારું આયોજન યોગ્ય રીતે જળવાઈ રહે.

ADVERTISEMENT

ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ દેશમાં બેંકિંગ, ટેક્સ, ગેસ સિલિન્ડર અને રોકાણને લગતા અનેક મહત્વના નિયમો બદલાઈ ગયા છે. આ ફેરફારો તમારા માસિક બજેટ અને રોજિંદા વ્યવહારો પર સીધી અસર કરશે. ચાલો જાણીએ તેના વિષે.

SBI ATM ટ્રાન્ઝેક્શન મર્યાદા ઘટી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સેલરી એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે બીજા બેંકોના ATM માંથી મળતી ફ્રી વિડ્રોઅલ મર્યાદા મહિને 10 થી ઘટાડીને 5 કરી દીધી છે. આ સિવાય બેસિક બચત ખાતાધારકો માટે 4 ફ્રી ઉપાડ પછી દરેક ટ્રાન્ઝેક્શન પર ₹15 + GST ચાર્જ લાગશે.

LPG સબ્સિડી

રાંધણ ગેસની સબ્સિડી મેળવતા ગ્રાહકો માટે e-KYC અથવા બાયોમેટ્રિક આધાર ઓથિન્ટિકેશન પૂરૂ કરવું ફરજિયાત છે, નહિતર સબ્સિડી અટકી શકે છે.

LPG ભાવ

આ સિવાય 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ સુધારો થયો છે. જેમાં ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ સુધારો કર્યો છે.

બેંક બલ્ક FD પર RBI નો નવો નિયમ

3 કરોડ રૂપિયા કે તેથી વધુ રકમની બલ્ક એફડી પર વ્યાજદરો વધુ પારદર્શક બનાવવા માટે બેંકોએ દરરોજ સવારે 10 વાગ્યા સુધીમાં પોતાના વ્યાજદરો પોર્ટલ પર જાહેર કરવા પડશે.

NPS ચાર્જીસ

PFRDA એ NPS માં જોડાતા નવા ગ્રાહકો માટે Point of Presence સર્વિસ ચાર્જ સુધાર્યા છે. હવે નવા રજિસ્ટ્રેશન વખતે PRAN દીઠ 200 રૂપિયાનો વન ટાઈમ ઓનબોર્ડિંગ ચાર્જ લાગશે.

NRI પાસેથી પ્રોપર્ટી ખરીદવા પર સરળ TDS

જો કોઈ ભારતીય નાગરિક કે HUF કોઈ NRI પાસેથી મિલકત કે જમીન ખરીદે છે તો અલગ TAN નંબર લેવાની જરૂર નહીં રહે. માત્ર PAN કાર્ડથી જ TDS ની પ્રોસેસ પૂરી થઈ શકશે.

લાઇફ સર્ટિફિકેટ

પેન્શનરો માટે તેમનું વાર્ષિક ડિજિટલ કે ઓફલાઈન લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની મુદત ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ ગઈ છે.

UPI પર MDR ચાર્જ

15 ઓક્ટોબરથી વેપારીઓ માટે 2000 રૂપિયાથી વધુના પસંદગીના Person-to-Merchant UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ લાગુ થશે. જ્યારે સામાન્ય ગ્રાહકો વચ્ચે થતા Person-to-Person ટ્રાન્ઝેક્શન સંપૂર્ણરીતે મફત રહેશે.

ઓક્ટોબરમાં 16 દિવસ બેંક રજાઓ

ગાંધી જયંતિ, દશેરા અને સાપ્તાહિક રજાઓ મળીને આ મહિને દેશના જુદા જુદા ભાગોમાં કુલ 16 દિવસ બેંકો બંધ રહેશે. પણ ઓનલાઈન બેંકિંગ અને ATM ચાલુ રહેશ.

વધુ વાંચો : ઓક્ટોબરથી નવા નિયમની અસરથી હાથમાં આવતી સેલરી ઘટી શકે? પગારની ગણતરીમાં શું બદલાશે અને કોના પર પડશે અસર

TV-ફ્રિજ, AC મોંઘુ

જો તમે આ ફેસ્ટિવ સિઝનમાં નવું ટીવી, ફ્રિજ કે એસી જેવી હોમ એપ્લાયન્સિસ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ખિસ્સું ખાલી કરવા તૈયાર રહેજો. 1 ઓક્ટોબરથી હોમ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની પૂરતી શક્યતા છે. ઉત્પાદન માટે વપરાતા કાચા માલના ભાવ સતત વધી રહ્યા હોવાથી કંપનીઓ આ વધારાનો બોજ ગ્રાહકો પર નાખવાની તૈયારી કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ATM limits new changes LPG subsidies

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ