ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ના હોય! શું ખરેખર દર શનિવારે બેંકો હવેથી બંધ રહેશે? જાણો વાયરલ પરિપત્રનું અસલી સત્ય

Fact Check / ના હોય! શું ખરેખર દર શનિવારે બેંકો હવેથી બંધ રહેશે? જાણો વાયરલ પરિપત્રનું અસલી સત્ય

Published By: Bijal Vyas

Last Updated: 03:37 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pib fact check:સોશિયલ મીડિયા પર બેંકની રજાઓ અંગેની એક સૂચના ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં જણાવાયું છે કે હવે બેંકો દર શનિવારે બંધ રહેશે. જાણો, આ અંગે સરકારે શું કહ્યું છે તે...

ADVERTISEMENT

બેંક યુનિયનોએ તાજેતરમાં અઠવાડિયામાં પાંચ દિવસ કામકાજની માંગ સાથે હડતાલની જાહેરાત કરી હતી, પરંતુ 'ઇન્ડિયન બેંક્સ એસોસિએશન' (IBA) સાથેની બેઠક બાદ આ પગલું મુલતવી રાખવામાં આવ્યું હતું. આ હડતાલનો મુખ્ય ઉદ્દેશ્ય શનિવારે બેંકો બંધ રાખવાનો હતો. હવે સોશિયલ મીડિયા પર અચાનક એવા સમાચાર સામે આવ્યા છે કે દેશભરમાં બેંકો હવે દરેક શનિવારે બંધ રહેશે. આ અંગેની એક સૂચના પણ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સરકારે હવે આ બાબતે નિવેદન બહાર પાડ્યું છે. આવો, જાણીએ કે શું બેંક કર્મચારીઓને ખરેખર દરેક શનિવારે રજા મળવાની છે.

વાયરલ નોટિફિકેશનમાં શું છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ઝડપથી ફેલાઈ રહેલી એક સૂચનામાં 'ભારતના રાજપત્ર' (Gazette of India) ની એક નોંધ જોવા મળે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે: 'का.आ.4275(अ): નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 (1881નો 26) ની કલમ 25 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, ભારત સરકાર જાહેર હિતમાં, તમામ જાહેર ક્ષેત્રની બેંકો (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત) ની તમામ શાખાઓ માટે દરેક શનિવારને સાપ્તાહિક રજા તરીકે જાહેર કરે છે. આ સૂચનાનો અમલ તાત્કાલિક અસરથી થશે."

શું છે હકીકત?

આ સૂચના વાયરલ થતાં જ PIBએ તેનુ ફેક્ટ-ચેક કરી અને તેને સંપૂર્ણપણે ખોટી હોવાનું જણાયું. આ વાયરલ પોસ્ટમાં કોઈ તથ્ય નથી; બેંકો દર શનિવારે બંધ રહેશે નહીં. PIBએ તેની તપાસમાં સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ફરી રહેલી સત્તાવાર સૂચના જે કથિત રીતે નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને જેમાં જણાવાયું હતું કે કેન્દ્ર સરકારે SBI સહિતની તમામ જાહેર ક્ષેત્રની બેંકો માટે દરેક શનિવારે જાહેર રજા જાહેર કરી છે, તે નકલી છે.

આ પણ વાંચોઃ હવે 8માં પગારપંચને લઇને ઉઠી આ માંગ, તમામ કેન્દ્રીય કર્મચારીઓ ખાસ જાણી લે

PIB Fact Check એ તેની પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે @FinMinIndia દ્વારા જાહેર ક્ષેત્રની બેંકો માટે દરેક શનિવારે જાહેર રજા જાહેર કરતું કોઈ પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. જો તમને કેન્દ્ર સરકારને લગતા આવા કોઈ પણ ગેરમાર્ગે દોરનારા સમાચાર જાણવા મળે, તો કૃપા કરીને તેની જાણ PIB Fact Check ને કરવાની સલાહ આપી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pib fact check viral post saturday bank holiday

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ