ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારી નોકરીનો આવો મોકો નહીં મળે! ધોરણ 8 પાસથી સ્નાતકો કરી શકે છે અરજી

ભરતી / સરકારી નોકરીનો આવો મોકો નહીં મળે! ધોરણ 8 પાસથી સ્નાતકો કરી શકે છે અરજી

Published By: Shilpa Parmar

Last Updated: 10:11 PM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો તો સરકાર આપી રહી છે 8 પાસ લોકોને સરકારી નોકરી. જાણી લો કઈ રીતે મળશે સરકારી નોકરી?

ADVERTISEMENT

સરકારી નોકરી કરવાનું વિચારતા લોકો માટે ખુશીના સમાચાર છે. આ ભરતી રાજ્યના યુવાનોને સરકારી નોકરી મેળવવાની એક સોનેરી તક આપે છે. પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (WBSSC) એ નોન-ટીચિંગ સ્ટાફની ભરતી બહાર પાડી છે.

કમિશન દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યની સરકારી તથા સહાયપ્રાપ્ત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં નોન-ટીચિંગ સ્ટાફની ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો wbssc.gov.in પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે. કુલ 8477 પદો પર ભરતી કરવામાં આવશે. જેમાં 2989 પદ ગ્રુપ C અને 5488 પદ ગ્રુપ Dમાં સામેલ છે.

લાયકાત

  • ગ્રુપ D પદ માટે : ઓછામાં ઓછું 8 ધોરણ પાસ હોવું જરૂરી છે.
  • ગ્રુપ C પદો માટે : 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવાર અરજી કરી શકશે.
jobs-goverment

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને 40 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં . રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ છૂટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે થશે. પહેલા ઉમેદવારને લેખિત પરીક્ષા પાસ કરવી પડશે, ત્યારબાદ પસંદ થયેલ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

અરજી ફી

સામાન્ય અને OBC ઉમેદવાર માટે :

  • ગ્રુપ C : 140 રૂપિયા
  • ગ્રુપ D : 120 રૂપિયા

SC, ST અને દિવ્યાંગ ઉમેદવાર માટે :

  • ગ્રુપ C : 70 રૂપિયા
  • ગ્રુપ D : 60 રૂપિયા
jobs

પગાર

  • ગ્રુપ C પદો માટે : દર મહિને 22,700 રૂપિયાથી 26,000 રૂપિયા સુધી મળશે.
  • ગ્રુપ D પદો માટે : દર મહિને 20,050 રૂપિયા મળશે.

પગાર સાથે અન્ય સરકારદ્વારા મળતા મોંઘવારી ભથ્થાનો પણ લાભ મળશે.

પરીક્ષા પદ્ધતિ

ગ્રુપ Cના ઉમેદવારોની પરીક્ષામાં કુલ 60 પ્રશ્નો રહેશે.

  • સામાન્ય જ્ઞાન : 15 પ્રશ્ન
  • કરંટ અફેર્સ : 15 પ્રશ્ન
  • સામાન્ય અંગ્રેજી : 15 પ્રશ્ન
  • અંકગણિત : 15 પ્રશ્ન

ગ્રુપ Dના ઉમેદવારોની પરીક્ષામાં કુલ 45 પ્રશ્નો રહેશે.

  • સામાન્ય જ્ઞાન : 15 પ્રશ્ન
  • કરંટ અફેર્સ : 15 પ્રશ્ન
  • અંકગણિત : 15 પ્રશ્ન

અરજી પ્રક્રિયા?

  • ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ westbengalssc.com પર જઈને અરજી કરવી પડશે.
  • હોમપેજ પર Group C અને D Application Link પર ક્લિક કરો.
  • ત્યારબાદ WBSSC Teachers Recruitment લિંક ખોલી જરૂરી વિગતો ભરો.
  • જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો.

વધુ વાંચો: ધોરણ 10 કે 12 પાસ છો? તો રેલવેમાં તમારી નોકરી પાક્કી! ફટાફટ કરો એપ્લાય

ઉમેદવારોએ અરજી કર્યા બાદ અરજીની PDF કોપી સેવ કરીને તેની પ્રિન્ટઆઉટ કાઢવી ફરજિયાત રહેશે. વધુ વિગતો માટે ઉમેદવારોને અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JObs Govt job WBSSC Teachers Recruitment

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ