ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Fashion & Beauty / ફેશન અને સૌંદર્ય / તમારા કામનું / વાસી થૂંક લગાવાથી મટી જાય છે ખીલ? જાણો કેટલું અસરકારક છે તમન્ના ભાટિયાનું બ્યૂટી હેક

કામની વાત / વાસી થૂંક લગાવાથી મટી જાય છે ખીલ? જાણો કેટલું અસરકારક છે તમન્ના ભાટિયાનું બ્યૂટી હેક

Last Updated: 08:40 AM, 6 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tamannaah Bhatia Remedy For Pimples: લોકોને મોઢા પર ખીલની સમસ્યાથી ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. ખીલને કારણે ચહેરો કદરુપો લાગતા સરમ અનુભવતા હોય છે.

ADVERTISEMENT

Tamannaah Bhatia Remedy For Pimples: બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા આજકાલ એક ખાસ કારણસર ચર્ચામાં આવી છે. એક ઇન્ટરવ્યુમાં આ એક્ટરએ દાવો કર્યો કે તે તેના ખીલ મટાડવા માટે વાસી થૂંક લગાવે છે. તમન્ના કહે છે કે આ ઉપાય અજબ લાગે છે પરંતુ તે તેને દર વખતે ફાયદો મળે છે. તમે ઘણીવાર દાદી કે નાનીને આવું કરવાની સલાહ આપતા સાંભળ્યા હશે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ તરકીબ ખરેખર ફાયદાકારક છે? શું વાસી થૂંક લગાવવાથી ખરેખર ખીલ મટે છે?

Pimples-SideEffects

ખીલનો ઉપચાર કેવી રીતે કરવો?

સ્કિનના એક્સપર્ટ લોકો દિવસમાં બે વાર હળવા ફેસ વોશથી ચહેરો સાફ કરવાની સલાહ કરે છે.

ખીલને વારંવાર અડશો નહી અને ફોડશો નહીં. આનાથી ત્વચા પર ડાઘ પડે છે. ડર્મેટોલોજિસ્ટની સલાહ લો.

નિષ્ણાતો શું કહે છે?

આ બાબતે એક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ડોક્ટરે કહ્યુ કે, 'સવારના થુકમાં રાતભરના એકઠા થયેલા એન્ઝાઇમ અને બેક્ટેરિયા હોય છે. તેમાં લાઇસોઝાઇમ નામનું એન્ઝાઇમ હોય છે, જેને હળવું એન્ટી-બેક્ટેરિયલ માનવામાં આવે છે.' આ જ કારણ છે કે કેટલાક લોકો માને છે કે તે પિમ્પલ્સના બેક્ટેરિયાને મારી શકે છે. જો કે દરેક વ્યક્તિની લાળમાં બેક્ટેરિયાનું અલગ મિશ્રણ હોય છે. ખાસ કરીને તમારી ત્વચા સંવેદનશીલ હોય તો આ બેક્ટેરિયા ચેપ, લાલાશ વધારી શકે છે.

આ પણ વાંચોઃ Hair Tips / વરસાદની ઋતુમાં ટ્રાય કરો આ 3 નેચરલ શેમ્પૂ, વાળ બનશે ઘટાદાર અને મજબૂત

ડૉક્ટર કહે છે, ખીલ હંમેશા બેક્ટેરિયાને કારણે થતા નથી. હોર્મોનલ ફેરફારો, તૈલી ત્વચા અથવા ખરાબ ડાઇટ પણ ચહેરા પર ખીલ વધારો કરે છે. આ રીતે થૂક લગાવવાનો કોઈ ફાયદો નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tamannaah Bhatia Lifestyle News Pimples
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ