બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / વરસાદની ઋતુમાં ટ્રાય કરો આ 3 નેચરલ શેમ્પૂ, વાળ બનશે ઘટાદાર અને મજબૂત

Hair Tips / વરસાદની ઋતુમાં ટ્રાય કરો આ 3 નેચરલ શેમ્પૂ, વાળ બનશે ઘટાદાર અને મજબૂત

Last Updated: 05:56 PM, 28 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાની ઋતુમાં વાળ ખરવાની સમસ્યા વધે છે. જો તમને પણ આ પ્રોબ્લેમ રહેતો હોય તો તમે ઘરે જ નેચરલ શેમ્પૂ બનાવીને યુઝ કરી શકો છો. આ શેમ્પૂના ઉપયોગથી વાળ ખરતા પણ અટકશે અને વાળ ઝાડા પણ થશે.

વરસાદની ઋતુમાં સ્વાસ્થ્ય તેમજ વાળ પર પણ ખરાબ અસર પડે છે. આ ઋતુમાં વાળની ઘણી સમસ્યાઓ થાય છે. જેમાં વાળ ખરવા તે મોટી બાબત છે. હવામાં રહેલ ભેજ વાળને નબળા બનાવે છે. તેનાથી તે ખરવા લાગે છે. આ સિવાય વાળમાં ગૂંચ પણ પડે છે. આ સ્થિતિમાં તમે તેને કંટ્રોલ કરવા માટે નેચરલ પદ્ધતિઓ અજમાવી શકો છો. એના માટે ઘરે શેમ્પૂ તૈયાર કરો જેથી તમારા વાળ નેચરલી સ્વસ્થ રહે. ચાલો તે નેચરલ શેમ્પૂ બનાવવાની રીત વિશે જાણીએ.

  • મધ અને એપલ સાઈડરથી તૈયાર કરો શેમ્પૂ

આ શેમ્પૂ બનાવવા માટે પહેલા 2 ચમચી એપલ સાઈડર વિનેગર, 1 ચમચી મધ અને 1 કપ પાણી લો. તેને સારી રીતે મિક્સ કરો અને સ્કેલ્પ પર માલિશ કરો. તેનો ઉપયોગ સ્કેલ્પ રિંસ તરીકે પણ થઈ શકે છે. થોડીવાર બાદ તેને ધોઈ લો. એપલ સાઈડર વિનેગર સ્કેલ્પ PHને બેલેન્સ કરે છે અને ચમક જાળવી રાખે છે. તો મધ વાળમાં ભેજ જાળવી રાખે છે.

app promo3
  • કેળા, મધ અને દહીંમાંથી બનેલ શેમ્પૂ

કેળામાં પોટેશિયમ અને વિટામિનની ભરપૂર માત્રા હોય છે, જે વાળને નરમ બનાવવામાં મદદ કરે છે. તો દહીં સ્કેલ્પને કન્ડિશન કરે છે અને વાળમાંથી ગંદકી દૂર કરે છે. આ શેમ્પૂ બનાવવા માટે 1 કેળું, 2 ચમચી સાદું દહીં અને 1 ચમચી મધ મિક્સ કરો. ત્યાર બાદ તે મિશ્રણ ભીના વાળ પર લગાવો. તેને લગાવ્યા બાદ તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો.

વધુ વાંચો : આ દેશી જુગાડ બમણી ગતિથી વધારશે વાળની લંબાઈ, આ રીતે કરો ઉપયોગ

  • ગ્રીન ટી અને કેસ્ટાઇલ સાબુથી તૈયાર કરો DIY શેમ્પૂ

વાળમાં ગૂંચ પડતા અટકાવવા માટે તમે ગ્રીન ટી અને કેસ્ટાઇલ સાબુથી DIY શેમ્પૂ બનાવી શકો છો. એના માટે 1/2 કપ ગરમ કરેલ ગ્રીન ટી તેને ઠંડી થવા દો, 1/4 કપ લિક્વિડ કેસ્ટાઇલ સાબુ અને 1 ચમચી જોજોબા અથવા બદામનું તેલ સારી રીતે મિક્સ કરો. તમે આ શેમ્પૂનો નિયમિત ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા વાળ ખરતા પણ અટકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hail Fall Natural Shampoo Hair Loss
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ