બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 54 વર્ષીય વ્યક્તિને WhatsAppમાં આવી RTO ચલણની ફાઇલ, ક્લિક કરતા જ એકાઉન્ટમાંથી 3.6 લાખ ગાયબ
Last Updated: 03:36 PM, 9 January 2026
કલ્પના કરો કે તમારા WhatsApp પર એક મેસેજ આવે છે જે RTO ચલણનો છે. તમે ગભરાઇને ફાઇલ ઓપન કરો છો અને અમુક મિનિટોમાં તામારા બેંક ખાતાના રુપિયા ગાયબ થઇ જાય છે. દહેરાદૂનમાં એક વ્યક્તિ સાથે આવી જ ઘટના બની છે. જ્યારે એક ફેક e-RTO ચલણ તેમના વર્ષોની કમાઇ પર હાથ સાથ સાફ કરી દીધો. આ કોઇ ફિલ્મની વાર્તા નથી, પણ વધતા સાઇબર ફ્રોર્ડનું એક ઉદાહરણ છે. હવે ઠગ ચલણના ડર બતાવીને લોકોને ફસાવી લે છે. હવે સવાલ એ છે કે ઠગનો બીજો મેસેજ તમારા ફોન પર નથી આવ્યોને ?
ADVERTISEMENT
ગયા વર્ષે 27 ડિસેમ્બરના રોજ દહેરાદૂનમાં એક 54 વર્ષીય વ્યક્તિ સાથે મોટો સાઇબર ફ્રોડ થયુ હતું. તેમણે WhatsApp પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં RTO Challan.APK નામની ફાઇલ હતી. તેમને લાગ્યુ કે તેમના વાહનનું ટ્રાફિક ચલણ છે, તેથી તેમણે ફાઇલ ખોલી દીધી પરંતુ ફાઇલ ખોલતા જ તેમના ફોનમાં માલવેયર ઘુસી ગયુ અને બેંક એકાઉન્ટથી ઘણા નવા ટ્રાન્જેક્શનમાં કુલ 3.6 લાખ રુપિયા નીકળી ગયા. જ્યાં સુધી તેમને ખબર પડી ત્યાં સુધી બહુ મોડુ થઇ ગયું હતું.
પોલીસ આ મામલા કરી રહી છે તપાસ
ADVERTISEMENT
જ્યાં સુધી તેમને ફ્રોડ વિશે ખબર પડી ત્યારે પૈસા એકાઉન્ટમાંથી કપાઇ ગયા હતા. ત્યાર બાદ તેમણે પોલીસમાં ફરીયાદ નોંધાવી. આ મામલામાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની ધારા 318(4) અને આઇટી એક્ટની ધારા 66 હેઠળ અજ્ઞાત લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. સાઇબર સેલની ટીમ આરોપીઓ ની શોધમાં લાગી ગઇ છે અને તપાસ કરી રહી છે કે કેવી રીતે મેલવેયર દ્વારા મોબાઇલનું એક્સેસ મેળવ્યું.

ADVERTISEMENT
કોઇ પણ અજાણી લિંક કે ફાઇલને ના ખોલો
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, APK ફાઇલ્સ દ્વારા ફોનમા ખતરનાક સોફ્ટવેયર ઇનસ્ટોલ થઇ શકે છે. જેનાથી બેંકિંગ એપ, OTP, પાસવર્ડ અને પ્રાઇવેટ ડેટા ઠગો સુધી પહોંચી જાય છે. આ કારણ છે કે સરકાર અને સાઇબર એજન્સિઓ વારંવારં ચેતવણી આપે છે કે WhatsApp કે SMS પર આવનાકા કોઇ પણ અજાણી લિંક કે ફાઇલ ઓપન ના કરો.
ADVERTISEMENT
પોલીસે સામાન્ય લોકોને અપીલ કરી છે કે RTO કે કોઇ સરકારી વિભાગ દ્વારા આવનારી કોઇ પણ ચલણ સામાન્ય રીતે SMS કે ઓફિશિયલ વેબસાઇ દ્વારા મોકલવામાં આવે છે ના કે WhatsApp પર APK ફાઇલના રુપમાં. જો કોઇને શંકા હોય તો સીધો પરિવહન વિભાગની અધિકારિક વેબસાઇટ કે એપ પર જઇને ચલણની જાણકારી તપાસો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.