ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
અમરનાથની યાત્રા માટે 13 વર્ષથી 74 વર્ષની ઉંમરના લોકો જઇ શકે છે. જો તમે પણ અમરનાથની યાત્રા પર જઇ રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન જરૂર રાખવું, જેથી તમારી યાત્રા સુખદ બને. અહીં જાણીએ કે અમરનાથ યાત્રા દરમિયાન કઇ વાતનું ધ્યાન રાખવું.
ADVERTISEMENT

અમરનાથ યાત્રા પર જતા પહેલા રોજ કસરત કરવી અને યોગ કરવા. ઉપરાંત યાત્રા દરમિયાન પહેરવા યોગ્ય કપડાની પસંદગી કરવી. સલવાર કમીઝ અથવા ટ્રેક સૂટ વધારે પહેરવા. સાથે જ ગરમ કપડા પણ જરૂર લઇ જવા જોઇએ.
ADVERTISEMENT

યાત્રા માટે જતા પહેલા ફુટવિયરનું ધ્યાન રાખવું. સ્લીપર પહેરીને ન જવું જોઇએ. યાત્રા દરમિયાન ટ્રેકિંગ શૂઝ ન પહેરવા. સાતે જ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
ADVERTISEMENT

યાત્રા પહેલા મેડિકલ ચેકઅપ જરૂર કરવો. એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે યાત્રા દરમિયાન ગર્ભવતી મહિલાને સાથે ન લઇ જવી જોઇએ.
ADVERTISEMENT

આપની બેગપેકમાં વોટરપ્રુફ બેગ, રેનકોટ, દવાઓ, ટોર્ચ, લાઇટર સાથે જરૂર રાખવા જોઇએ.
ADVERTISEMENT

આ ઉપરાંત આઇડી પ્રુફ, ડ્રાઇવિંગ લાઇસેન્સ અને યાત્રા પરમિટ જરૂર તમારી સાથે રાખવા. આ તમામ બાબત આપની યાત્રાને સુખદ અને સુંદર બનાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો