બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / વિશ્વ / Travel / પ્રવાસ / ઓછા બજેટમાં જાપાન કેવી રીતે ફરવું? આ 5 દિવસનો પ્લાન સફર કરશે આસાન

પ્રવાસ / ઓછા બજેટમાં જાપાન કેવી રીતે ફરવું? આ 5 દિવસનો પ્લાન સફર કરશે આસાન

Ajitsinh Jadeja

Last Updated: 02:40 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Japan Travel: જાપાન ફરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો? હવે પ્રવાસનું આયોજન કરતા પહેલા તમારા બજેટમાં થોડો વધારો કરવા માટે તૈયાર રહો, કારણ કે 48 વર્ષ પછી જાપાને વિઝા ફીમાં વધારો કર્યો છે.

Japan Travel: જાપાન ફરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો? હવે પ્રવાસનું આયોજન કરતા પહેલા તમારા બજેટમાં થોડો વધારો કરવા માટે તૈયાર રહો, કારણ કે 48 વર્ષ પછી જાપાને વિઝા ફીમાં વધારો કર્યો છે. જાણો નવા નિયમની તમારા ખિસ્સા પર કેવી અસર પડશે.

જાપાન આજના સમયમાં ભારતીય પ્રવાસીઓમાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. ચેરી બ્લોસમ, બુલેટ ટ્રેન, સ્વચ્છ શહેરો અને અનોખું કલ્ચર લોકોને આકર્ષે છે. જો તમે પણ જાપાનની મુલાકાત લેવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો અને બજેટમાં પ્રવાસનું આયોજન કરવા માંગો છો, તો આ જાણકારી કામ આવશે.

તાજેતરમાં જાપાન સરકારે વિદેશી પ્રવાસીઓ માટે વિઝા ફીમાં મોટો ફેરફાર કર્યો છે, જે તમારા પ્રવાસ આયોજન પર થોડો અસર કરી શકે છે.

જાપાનનો નવો વિઝા નિયમ શું છે?

લગભગ 48 વર્ષ પછી જાપાને વિઝા ફી વધારવાનો નિર્ણય લીધો છે.

સિંગલ એન્ટ્રી વિઝા: 3,000 યેનથી વધારીને 15,000 યેન

મલ્ટીપલ એન્ટ્રી વિઝા: 6,000 યેનથી વધારીને 30,000 યેન

ભારતીય ચલણમાં આ આશરે 8,000 થી 9,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

નવો નિયમ ક્યારે અમલમાં આવશે?

નવી વિઝા ફી 1 જુલાઈથી અમલમાં આવી શકે છે, ત્યારબાદ અરજી કરનારા મુસાફરોએ વધેલી ફી ચૂકવવાની રહેશે.

શું જાપાનની યાત્રા વધુ મોંઘી થશે?

વધારેલી વિઝા ફી ખર્ચમાં થોડો વધારો કરશે, પરંતુ એકંદર યાત્રા બજેટમા તેનો નાનો એક હિસ્સા થાય છે. વાસ્તવિક ખર્ચ મોટે ભાગે ફ્લાઇટ્સ, હોટલ અને સ્થાનિક મુસાફરી પર થાય છે. તેથી યોગ્ય આયોજન સાથે તમે હજુ પણ બજેટ ટ્રીપ કરી શકો છો.

Suica IC Card શા માટે મહત્વપૂર્ણ છે?

મેટ્રો, બસ, ટ્રેન અને ઘણી દુકાનોમાં ચુકવણી માટે આ કાર્ડનો ઉપયોગ થાય છે. તે વારંવાર ટિકિટ ખરીદવાની જરૂરિયાત નથી પડતી અને મુસાફરીને સરળ બનાવે છે.

ઓછા બજેટમાં ખાવાનો આસાન વિકલ્પ

જાપાન 7-Eleven, Lawson, અને FamilyMart જેવા સ્ટોર્સ પર સસ્તું અને સારું ભોજન મળે છે, અને રેમનન શોપ્સ પણ બજેટ પ્રવાસીઓ માટે સારા વિકલ્પો છે.

VTV ADD

આ પણ વાંચોઃ OMG / વર્ષના 12 લાખની કમાણી અને થાકી જાઓ તો સુઇ જાઓ, જાણો આ અનોખી નોકરી વિશે

5 દિવસનું બજેટ જાપાન પ્રવાસ આયોજન

દિવસ 1 ટોક્યો પહોંચો: હોટેલમાં ચેક ઇન કરો અને સાંજે શિબુયા ક્રોસિંગ અને તેની આસપાસના વિસ્તારોમાં ફરો.

દિવસ 2 માઉન્ટ ફુજી ટ્રીપ: માઉન્ટ ફુજીની મુલાકાત લેવા માટે સવારે વહેલા નીકળો અને સાંજ સુધી ટોક્યો પાછા ફરો.

દિવસ 3 ક્યોટો ટ્રાવેલ: બુલેટ ટ્રેન અથવા બજેટ ટ્રેન દ્વારા ક્યોટો પહોંચો, મંદિરો અને જૂના શહેરને એક્સપ્લોર કરો.

દિવસ 4 ઓસાકા: ઓસાકા કેસલ અને ડોટોનબોરીની મુલાકાત લો, અને સ્ટ્રીટ ફૂડનો આનંદ માણો.

દિવસ 5 શોપિંગ અને પરત: તમારા મિત્રો અથવા સંબંધીઓ માટે કેટલીક યાદગાર વસ્તુઓ ખરીદો અને ઘરે પાછા ફરવાની તૈયારી કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India to Japan Distance Japan Trip Advice Japan Visa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ