બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / know about chirahula rewa hanuman temple

ના હોય! / 500 વર્ષ જૂના મંદિરમાં હનુમાન દાદા જ છે જજ: મંદિરની અંદર જ છે 'હાઇકોર્ટ' અને 'સુપ્રીમ કોર્ટ'

Vishal Khamar

Last Updated: 11:02 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમતો હનુમાનજી તેમના ભક્તોની ફરિયાદો ખૂબ જ ઝડપથી સાંભળે છે અને તેમના કષ્ટોનું નિવારણ પણ કરે છે. હનુમાનજીની આ મહિમાનો પુરાવો રજુ કરે છે રીવા ચિરહુલા મંદિર. જ્યાં હનુમાનજીની કોર્ટ ભરાય છે. જાણો તેના વિશે

  • અહીં આવેલું છે હનુમાનજીનું ખાસ મંદિર 
  • ભરાય છે હનુમાનજીની કોર્ટ 
  • જજ બને છે પવન પુત્ર હનુમાન 

હનુમાનજી અમર છે. ધરતી પર જેટલા પણ અવતાર થયા તેમાં હનુમાનજી, દત્તાત્રેય અને પરશુરામજી અમર છે. હનુમાનજીને કળયુગના દેવતા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે બજરંગ બલિ પોતાના ભક્તોની મનોકામનો જલ્દી સાંભળે છે. આજ કારણ છે કે કરોડોની સંખ્યામાં લોકો તેમની પૂજા કરે છે. 

આમ તો બજરંગ બલિના દરેક મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ હોય છે પરંતુ રીવા શહેરના ચિરહુલામાં સ્થિત ભગવાન બજરંગબલીની એવી માન્યતા છે કે અહીં દર મંગળવાર અને શનિવારે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ હોય છે. એવી માન્યતા છે કે અહીં ભગવાનની કોર્ટ ભરાય છે. હનુમાનજી પોતે અહી ન્યાય કરે છે. 

અહીં ભરાય છે હનુમાનજીની કોર્ટ 
રીવા સ્થિત ચિરહુલા મંદિરમાં લોકોને એટલી શ્રદ્ધા છે કે કેટલાક ભક્તો દર શનિવાર અને મંગળવારે અહીં હનુમાનજીના દર્શન કરવા આવતા હોય છે. કહેવાય છે કે અહીં હનુમાનજીનો દરબાર ભરાય છે. કોર્ટના ન્યાયાધીશ પોતે હનુમાનજી છે. 

માન્યતાઓ અનુસાર આ મંદિરમાં 500 વર્ષ પહેલા બજરંગબલીની સ્થાપના કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે હનુમાનજીની સ્થાપના ચિરૌલ દાસ બાબાએ કરી હતી. તેમના નામ પરથી મંદિરનું નામ ચિરહુલા નાથ રાખવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ મંદિર ચિરહુલા તળાવના કિનારે સ્થાપિત છે.

ચિરહુલા મંદિરમાં છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ
ચિરહુલા મંદિરને હનુમાનજીની જિલ્લા અદાલત કહેવામાં આવે છે. જ્યારે રામસાગર મંદિર પાસે આવેલા હનુમાનજીનું મંદિર હાઈકોર્ટ કહેવાય છે. આ મંદિરથી આગળ વધતાં ત્યાં આવેલું હનુમાનજીનું મંદિર સુપ્રીમ કોર્ટ કહેવાય છે. એવું કહેવાય છે કે જે ભક્તોના કષ્ટોનું નિવારણ જિલ્લા કોર્ટ દ્વારા દૂર કરવામાં આવતું નથી, તેમની સુનાવણી હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં થાય છે. 

આ પછી શ્રદ્ધાળુઓ પોતાની ફરિયાદ લઈને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પહોંચે છે. માન્યતાઓ અનુસાર અહીં આવનાર દરેક ભક્તની પીડા દૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ ત્રણેય મંદિર એક જ દિશામાં આવેલા છે. જ્યારે પણ ચિરહુલા મંદિરમાં કોઈ ભક્તની ઈચ્છા પૂરી થાય છે, ત્યારે તે રામચરિત માનસનો પાઠ કરે છે અને ભંડારાનું આયોજન કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hanuman Jayanti 2024 OMG chirahula rewa hanuman temple  ચિરહુલા હનુમાનજી મંદિર હનુમાન જયંતિ 2024 હનુમાન જયંતી 2024 હનુમાન મંદિર Hanuman Jayanti 2024
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ