ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / એક ઝાટકે KL રાહુલે તોડ્યો કોહલી-રોહિત શર્માનો આ રેકોર્ડ, ટેસ્ટમાં રંગ રાખ્યો
Last Updated: 03:38 PM, 3 October 2025
ADVERTISEMENT
ભારતીય ઓપનર કેએલ રાહુલે વેસ્ટ ઈન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં 9 વર્ષ બાદ આ સદીના આધારે રાહુલે વિરાટ કોહલી, રોહિત શર્મા અને ગૌતમ ગંભીરનો આ રેકોર્ડ તોડી નાખ્યો હતો.
ADVERTISEMENT
અમદાવાદમાં ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યું છે. જેમાં આજે બીજા દિવસની રમતનું પહેલું સેશન સમાપ્ત થઈ ગયું છે. આ દરમિયાન 67 ઓવર પછી ભારતનો સ્કોર 218/3 છે. ભારતે પહેલા સેશનમાં કેપ્ટન શુભમન ગિલ (50)ની એક વિકેટ ગુમાવી દીધી હતી.
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ઈનિંગમાં રાહુલે 197 બોલમાં 12 ફોરની મદદથી 100 રન ફટકાર્યા હતા. ઓપનર તરીકે તેણે ભારત માટે 10મી સદી ફટકારી હતી. આ સાથે તે ટેસ્ટમાં ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે પહોંચી ગયો છે. તેણે 9-9 સદી ફટકારનાર રોહિત અને ગંભીરને પાછળ છોડી દીધા છે.
આ પણ વાંચોઃ ભારત vs વેસ્ટ ઈન્ડીઝ મેચ : ક્યારે અને ક્યાં રમાશે પહેલી ટેસ્ટ ? અહીં જોઈ શકશો Live
ADVERTISEMENT

ADVERTISEMENT
આજે ઓપનર તરીકે રાહુલની આ 10મી સદી અમદાવાદમાં જોવા મળી છે. રોહિત શર્માએ ઓપનર તરીકે ટેસ્ટમાં 9 સદી ફટકારી હતી. આને જોતા રાહુલે રોહિતનો રેકોર્ડ તોડ્યો છે.WTC (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ)માં કે.એલ. રાહુલએ હવે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે રાહુલના કુલ 6 શતક થઈ ગયા છે, જ્યારે વિરાટ કોહલીના 5 શતક છે. એટલે કે રાહુલ હવે વિરાટથી આગળ નીકળી ગયા છે. WTCમાં સૌથી વધુ શતક રોહિત શર્મા અને શુભમન ગિલના નામે છે બંનેએ 9-9 શતક લગાવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT