ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Jolly LLB 3 Collection: પહેલા જ દિવસે જોલી LLBએ ધૂમ મચાવી દીધી, તોડ્યો આ ફિલ્મોનો રેકોર્ડ

મનોરંજન / Jolly LLB 3 Collection: પહેલા જ દિવસે જોલી LLBએ ધૂમ મચાવી દીધી, તોડ્યો આ ફિલ્મોનો રેકોર્ડ

Published By: Nirav Kumar

Last Updated: 11:33 AM, 20 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jolly LLB 3 એ રિલીઝ થતાની સાથે જ કલેક્શનમાં અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. જેમાં આ વર્ષે રિલીઝ થયલી મોટી બેનરવાળી 11ફિલ્મના રેકોર્ડ પણ તૂટી ગયા છે.

ADVERTISEMENT

અક્ષય કુમાર અને અરશદ વારસીની કોર્ટ રૂમ ડ્રામા Jolly LLB 3 રિલીઝ થઈ ગઈ છે. જેની આગળની બે ફિલ્મો પણ હિટ રહી હતી. હવે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સુભાષ કપૂરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ઓપનિંગ દિવસમાં જ શાનદાર કલેક્શન કર્યું છે. 19 સપ્ટેમ્બર શુક્રવારના રોજ રિલીઝ થયેલી Jolly LLB 3નુ કલેક્શન સામે આવ્યું છે.

કલેક્શનની દ્રષ્ટિએ Jolly LLB 3 એ રેકોર્ડ તો નથી તોડી શક્યું પરંતુ તેને બીજી ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. જ્યારે અક્ષય અને અરશદ વારસીનું કોમ્બિનેશન ભેગું થાય ત્યારે મનોરંજનનો ડોઝ ડબલ થઈ જવો વ્યાજબી છે. આ ફિલ્મની સ્ટોરી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. તો આ ફિલ્મના ઓપનિંગ ડે પર કલેક્શન કેવું રહ્યું તે જાણીએ.

આ ફિલ્મમાં અક્ષય અને અરશદ વારસી બંનેએ વકીલ તરીકેની શાનદાર એક્ટિંગ કરી છે. તો જજ તરીકે સૌરભ શુક્લાએ પણ લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, Jolly LLB 2 એ 13.20 કરોડ રૂપિયાનો બીઝનેસ કર્યો હતો.  હવે આ ફિલ્મના ત્રીજા ભાગે એટલે કે, Jolly LLB 3 એ પહેલા જ દિવસે 12.50 કરોડ રૂપિયાનો બીઝનેસ કર્યો છે.

આથી Jolly LLB 3 તેનો રેકોર્ડ ના તોડી શક્યું પરંતુ જે રીતે આ ફિલ્મના શાનદાર રિવ્યૂ મળી રહ્યા છે તેને જોતા આ વીકેન્ડમાં તેનું કલેક્શન વધી જશે. ફિલ્મ સમિક્ષોથી માંડી ફિલ્મ જોનારા આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે. Jolly LLB 3 એ આ વર્ષે રિલીઝ થયેલી 11 જેટલી ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા છે.

  • આ ફિલ્મોના તોડ્યા રેકોર્ડ
    Jolly LLB 3 એ રિલીઝ થતાની સાથે જ અનેક ફિલ્મોના લાઇફ ટાઇમ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેમાં 'તન્વી ધ ગ્રેટ', 'આંખો કી ગુસ્તાખિયાં', 'કેસરી વીર', 'ગ્રાઉન્ડ ઝીરો', લવયાપા અને 'વનવાસ' સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : 'કાંતો તેઓની યાદશક્તિ નબળી છે, કાંતો...', વિવેક અગ્નિહોત્રીના સવાલ પર ભડક્યાં અનુરાગ કશ્યપ!

આ સિવાય આ વર્ષે મોટા બેનર નીચે બનેલી ફિલ્મોના ફર્સ્ટ ડે કલેક્શનમાં 11 ફિલ્મોને પણ પછાડી છે. જેમાં કેસરી ચેપ્ટર 2 - 7.84  કરોડ, સન ઑફ સરદાર 2 - 7.50 કરોડ,  ભુલ ચુક માફ - 7.20 કરોડ,  ધ ડીપ્લોમેટ - 4.03 કરોડ, મેટ્રો ઇન દીનો - 4.05 કરોડ, મા - 4.93 કરોડ,માલિક - 3.50 કરોડ, ધડક 2 - 3.65 કરોડ,  ધ બંગાલ ફાઇલ્સ - 1.50 કરોડ, ગ્રાઉન્ડ ઝીરો - 1.15 કરોડનો સમાવેશ થાય છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Box Office Collection Jolly LLB 3

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ