ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
મુકેશ અંબાણીની ફ્લેગશિપ કંપની જિયો હંમેશા નવા રેકોર્ડ બનાવવા માટે જાણીતી છે. ટેલિકોમમાં હલચલ મચાવીને એરટેલ અને વોડાફોન જેવી મોટી કંપનીઓને પછાડ્યાં બાદ હવે જિઓ સિનેમા એપે પણ આઈપીએલમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની ફાઈનલ મેચ જિઓની આ વાતની સાક્ષી બની છે.
3.2 કરોડ લોકોએ આઇપીએલ ફાઇનલ મેચ જોઈ
જિયો સિનેમા પર 3.2 કરોડ લોકોએ આઇપીએલ ફાઇનલ મેચ જોઈ હતી. આઈપીએલ ક્વોલિફાયર રાઉન્ડ 2 દરમિયાન, જિયો સિનેમાને 2.2 કરોડની વ્યૂઅરશિપ મળી હતી.
ADVERTISEMENT
2019માં ડિઝની હોટસ્ટાર મળી હતી આવી વ્યૂઅરશીપ
અગાઉ આટલી મોટી વ્યૂઅરશિપ ડિઝની હોટસ્ટાર પર જુલાઈ 2019માં જોવા મળી હતી. જિયો સતત ડિજિટલ સ્પોર્ટ્સની જગ્યામાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. આ વર્ષે આઈપીએલ મેચના પહેલા અઠવાડિયામાં જિયોની વીડિયો વ્યૂઅરશિપ 1500 કરોડ રહી છે.
સ્ટ્રીમિંગ એપ્લિકેશન્સનો વ્યાપ વધ્યો
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં સ્ટ્રીમિંગ એપ્લિકેશન્સનો વ્યાપ ઝડપથી વધ્યો છે. આનું એક મુખ્ય કારણ રમતગમતની ઇવેન્ટ્સમાં વધારો છે. હકીકતમાં, આ કંપનીઓ રમતગમતની ઇવેન્ટ્સનો ભાગ બનીને મોટા પ્રેક્ષકોને કેપ્ચર કરવા માંગે છે. હવે આઇપીએલનો રેકોર્ડ જોઇએ તો આ વાત પણ સાબિત થઇ રહી છે. જિયોએ આઈપીએલમાં વીડિયોમાં એક નવો રેકોર્ડ બનાવીને દેશમાં વીડિયો વ્યૂઅરશિપ કેટલી ઝડપથી વધી રહી છે તે સાબિત કરી દીધું છે.
ADVERTISEMENT
મફતમાં જોવડાવી આઈપીએલની ફાઈનલ
આટલી મોટી વ્યૂઅરશિપ પાછળનું એક મોટું કારણ ચાર્જ વગરની સર્વિસ છે. ટાટા આઈપીએલ દરમિયાન જિયોએ સ્ટ્રીમિંગની સુવિધા તમામ દર્શકો માટે ફ્રી કરી દીધી હતી. જેનો ફાયદો કંપનીને રેકોર્ડ વ્યૂઅરશિપના રૂપમાં મળ્યો છે. આવનારા સમયમાં આશા રાખવામાં આવી રહી છે કે હવે વધુ કંપનીઓ આ સેગ્મેન્ટમાં ફ્રી ઓફર વધારી શકે છે. કંપનીઓને આનો લાભ મળશે તેમજ દર્શકો પણ મફત સેવાનો આનંદ માણી શકશે.
જિઓ સિનેમાએ શું કામ કાઢ્યું
હકીકતમાં જિઓ સિનેમાએ આઈપીએલની ફાઈનલ મફતમાં દેખાડીને કરોડો લોકોને તેના એપ પર વાળ્યાં છે અને આ રીતે તેની લોકપ્રિયતા વધવાની સાથે સાથે જાહેરખબર દ્વારા પણ તેને અબજોની કમાણી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ