બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ધો. 10 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક, ITBPમાં પડી બમ્પર ભરતી, ફટાફટ કરી દો એપ્લાય નહીંતર રહી જશો
Last Updated: 11:29 AM, 16 November 2024
ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ફોર્સે આજે 15 નવેમ્બરથી સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલના પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ITBPમાં જોડાવા માંગતા ઉમેદવારો 14 ડિસેમ્બર 2024 સુધી ITBP recruitment.itbpolice.nic.in ની અધિકૃત વેબસાઇટ પર જઈને આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. કુલ 526 પદ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
ADVERTISEMENT
કુલ પોસ્ટમાં સબ-ઇન્સ્પેક્ટર (ટેલિકોમ)ના 92 પદ (78 પુરુષ અને 14 મહિલા), હેડ કોન્સ્ટેબલ (ટેલિકોમ)ના 383 પદ (325 પુરુષ અને 58 મહિલા) અને કોન્સ્ટેબલ (ટેલિકોમ)ના 51 પદ (44 પુરુષ અને 7 મહિલા)નો સમાવેશ થાય છે. કુલ પોસ્ટના દસ ટકા એક્સ-સર્વિસમેન (ESM) માટે અનામત છે. ચાલો જાણીએ કે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટેની લાયકાત શું છે અને કેવી રીતે પસંદગી કરવામાં આવશે.
અરજી કરવાની લાયકાત
ADVERTISEMENT
સબ-ઇન્સ્પેક્ટર (SI)ના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે B.Sc, B.Tech અથવા MCAની ડિગ્રી હોવી જોઈએ. જ્યારે હેડ કોન્સ્ટેબલના પદ માટે ઉમેદવારોએ 12મું પાસ કર્યું હોવું જોઈએ અને એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હોવું જોઈએ. કોન્સ્ટેબલના પદ માટે 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. હેડ કોન્સ્ટેબલના પદ માટે ઉમેદવારની ઉંમર 18-25 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જયારે કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 18-23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજી કરવા માટે લાયકાત સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો જારી કરાયેલ ઓફિશિયલ નોટિફિકેશન ચેક શકે છે.
અરજી ફી
SI માટે અરજી ફી 200 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલના પદો માટે અરજી ફી 100 રૂપિયા છે. મહિલા, ભૂતપૂર્વ સૈનિકો, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને અરજી ફીથી છૂટ આપવામાં આવી છે.
કેવી રીતે અરજી કરવી?
આ પણ વાંચો: PF એકાઉન્ટ ધારકોને 60 વર્ષ બાદ કેટલું પેન્શન મળે છે? નથી ખબર, તો નિયમ જાણી લેજો
શું છે પસંદગી પ્રક્રિયા?
આ પદો માટેની પસંદગી પ્રક્રિયા શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET) અને શારીરિક ધોરણ કસોટી (PST) અને લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. PET/PSTમાં સફળ થયેલા ઉમેદવારો જ લેખિત પરીક્ષા આપી શકશે. આમાં, સફળ ઉમેદવારોને આગળની પસંદગી પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.